વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સનફાર્મા રોડ પર ઉભા થયેલા દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો હતો. વડોદરા શહેરના સનફાર્મા રોડ ટીપી સ્કીમ ૨૫ વિસ્તારના દબાણો સામે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસ બંદોબસ્ત, ફાયર બ્રિગેડ, ટીમને સાથે રાખીને દબાણ શાખાની ટીમ દ્વારા એકાએક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જે અંતર્ગત સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદેસર બનાવાયેલા બગીચાના ગેરકાયદેસર દબાણો દૂર કરી ૧૨ મીટરનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.નોંધનીય છે કે દબાણો ઊભાં થયાં હોવાની ફરિયાદ મળતાં દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી.જ્યાં કમ્પાઉન્ડ વોલ,વધારાનું બાંધકામ શેડ પાર્કિંગ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અત્રે મહત્વની બાબતો એશિયા વડોદરા મહાનગરપાલિકાની દબાણ સરકારની ટીમ દ્વારા શહેરભરમાં ગેરકાયદેસર નડતરરૂપ દબાણોનો સફાયો બોલાવવામાં આવે છે.
પરંતુ પાલિકાની વડી કચેરી જ્યાં આવેલી છે.ત્યાં જ દબાણોને રાફડો ફાટી નીકળ્યો છે. તાજેતરમાં જ ફ્રુટના વેપારીઓ દ્વારા વહેલી સવારે જે દબાણો કરવામાં આવતા હોય છે.ત્યારે દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી અને માલ લઈને આવતા વાહનોની ચાવીઓ કબ્જે લેવાની વાતને લઈને હોબાળો પણ મચ્યો હતો.જો કે આજે પણ આ વિસ્તારમાં દબાણો યથાવત જોવા મળી રહ્યા છે અને ટ્રાફિકની સમસ્યા પણ જે સે થે રહેવા પામી છે.