વડોદરા: મહાનગર પાલિકા તંત્ર દ્વારા માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં ગેરકાયદેસર અડિંગો જમાવીને બેઠેલા દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.જો કે આ કામગીરી વેળાએ એક પણ વેપારીનો માલ સામાન જમા કરવામાં આવ્યો ન હતો અને માત્ર સૂચના આપવામાં આવી હતી. શહેરના 24 કલાક વાહન વ્યવહાર થી ધમધમતા એવા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તારમાં છાસવારે ટ્રાફિકની સમસ્યા જાતિ હોય છે ઘણી વખત તો દર્દીઓને લઈ અવરજવર કરતી એમ્બ્યુલન્સ પણ અહીં ટ્રાફિકમાં ફસાઈ ગઈ હોવાના કિસ્સા બની ગયા છે. જેનો મુખ્ય કારણ વેપારીઓ દ્વારા આડેધડ કરવામાં આવતા દબાણોને કારણે આ સમસ્યા સર્જાતી હોય છે.
મહત્વની બાબત તો એ છે કે પાલિકાની વડી કચેરી બહારજ ગેરકાયદેસર દબાણો લાગે છે.જ્યારે જ્યારે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે ત્યારબાદ પરિસ્થિતિ જેસે થે જ જોવા મળે છે.આજ દિન સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવતા સવારના સુમારે નોકરીયાત વર્ગ અને શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે.ત્યારે વધુ એક વખત વોર્ડ અધિકારીની સુચનાથી દબાણની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.પરંતુ આ કાર્યવાહી દરમિયાન એક પણ નાના-મોટા વેપારીનો સર સામાન કબ્જે કરવામાં આવ્યો ન હતો અને માત્ર સૂચના આપવામાં આવી હતી. તો બીજી તરફ વેપારીઓએ સ્વૈચ્છિક પોતાના દબાણો હટાવી લીધા હતા. માત્ર સુચના આપવાથી આ સમસ્યાનો ઉકેલ નહી આવે કારણ કે દબાણો હટાવ્યાં પછી પણ બીજા દિવસે આ વિસ્તારમાં દબાણો જોવા મળે છે.