રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવારથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગુરુવારે સવારે અમદાવાદના એરપોર્ટ પર સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાષ્ટ્રપતિનું ભાવભીનું સ્વાગત કરાયું હતું.ગુરુવારે દિવસ દરમિયાન ગાંધીનગરમાં રાજભવન ખાતે રાષ્ટ્રપતિએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર તથા ગુજરાત હાઈકોર્ટના અન્ય ન્યાયમૂર્તિ સાથે પણ મહત્ત્વની મુલાકાત કરી હતી.
આ સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા કેન્દ્રીય કાયદો-ન્યાયમંત્રી કિરણ રિજ્જુ પણ આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. કાલે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહુવાના પ્રવાસે જશે. જ્યાં તેઓ પ્રસિદ્ધ રામનાથ કથાકાર મોરારિ બાપુના આશ્રમે જશે.
એ પછી સાંજે ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરશે. આ સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ સમારંભ બાદ તેઓ રાત્રિ રોકાણ ભાવનગરમાં કરીને 30મી ઓક્ટો.એ સવારે ભાવનગરથી નવી દિલ્હી જવા રવાના થશે