નવી દિલ્હી: રાષ્ટ્રપતિ (President) દ્રોપદી મૂર્મે બુધવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકરણ સમારોહમાં વર્ષ 2023 માટે પદ્મ પુરસ્કાર (Padma Award) આપ્યા હતા. આ પદ્મ પુરસ્કારમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ તેમજ 91 પદ્મ શ્રી આપવામાં આવ્યાં હતા. પુરસ્કાર મેળવનારમાં 19 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિએ આ પુરસ્કાર આપવાની શરૂઆત આર્કિટેકટ બાલકૃષ્ણ દોષીથી કરી હતી. જો કે તેઓનો પુરસ્કાર તેઓની પુત્રીએ સ્વીકાર્યો હતો.
આ ઉપરાંત આદિત્ય બિડલા ગ્રુપના અધ્યક્ષ કુમાર મંગલમ બિડલાને રાષ્ટ્પપતિ દ્રોપદી મૂર્મએ પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.પ્રસિદ્ધ ગાયિકા સુમન કલ્યાણપૂર, પ્રોફેસર કપિલ કપૂર તેમજ વાયનાડના કુર્ચિયા આદિવાસી ખેડૂત રમણ ચેરુવાયલ, જેઓ ચોખાની 50 થી વધુ સ્વદેશી જાતોનું સંરક્ષણ કરે છે, તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
એર ઈંડિયા કનિષ્ક વિમાનમાં બ્લાસ્ટ થયા પરિવારજનોને ખોનારની સેવા કરનારા તેમજ ગરીબોની સેવા માટે સમર્પિત સંકુરાશિ ચંદ્રશેખર, પ્રસિદ્ધ પડંવાની લોકગાયિકા ઉષા બારલે, માતા ની પછેડી પેઇન્ટિંગની 400 વર્ષ જૂની કલાને જીવંત રાખનાર ચુનારા સમુદાયના સાતમી પેઢીના કલામકારી કલાકાર ભાનુભાઇ ચુનીલાલ ચિતારાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. જમાતિયા સમુદાયના સંરક્ષણ અને ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બિક્રમ બહાદુર જમાતિયા, પંજાબી અને હિન્દી સાહિત્યના જાણીતા વિદ્વાન રતન સિંહ જગ્ગીને દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિચરતી સમુદાયોના કલ્યાણમાં યોગદાન આપનાર સામાજિક કાર્યકર ભીખુ રામજી ઇદાતે, બ્રાસ કોતરકામના માસ્ટર કારીગર દિલશાદ હુસૈન, માસ્ક નિર્માતા હેમચંદ્ર ગોસ્વામી, જેમણે આસામની વર્ષો જૂની પરંપરાગત માસ્ક બનાવવાની સંસ્કૃતિને જાળવી રાખી છે, સાપ પકડનાર વાડીવેલ ગોપાલ અને માસી સદયનને તેમજ એશિયામાં બ્લુ રિવોલ્યુશનના આર્કિટેક્ટમાંના એક, જાણીતા એક્વાકલ્ચરિસ્ટ મોદદુગુ વિજય ગુપ્તાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
કંથા એમ્બ્રોઇડરી કલાકાર પ્રિતિકાના ગોસ્વામીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી પદ્મશ્રી મળ્યો અને જીવવિજ્ઞાની મોદડુગુ વિજય ગુપ્તાને પણ પદ્મશ્રી મળ્યો. પંજાબી વિદ્વાન ડૉ. રતન સિંહ જગ્ગીને પદ્મશ્રી અને કલાકાર દિલશાદ હુસૈન (દશકાઓથી પિત્તળના વાસણો કોતરતા)ને પદ્મશ્રી મળ્યો હતો.
આમને મળ્યા મરણોત્તર પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ એવોર્ડ
આ ઉપરાંત ઈન્ડીજીનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરાના ભૂતપૂર્વ પ્રમુખ નરેન્દ્ર ચંદ્ર દેબબર્માને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા (મરણોત્તર) પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. રોકાણકાર અને અકાસા એરના સ્થાપક, સ્વ. રાકેશ ઝુનઝુનવાલાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા મરણોત્તર પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાને આ એવોર્ડ સ્વીકાર્યો હતો. ભારતમાં આધુનિક સ્થાપત્યના પ્રણેતા (મરણોત્તર) બાલકૃષ્ણ દોશીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.