નવી દિલ્હી: રાષ્ટ્રપતિએ શનિવારે દિલ્હી સર્વિસ બિલને મંજૂરી આપી દીધી છે. ભારત સરકારના નોટિફિકેશનમાં ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) એક્ટ 2023 લાગુ કરવાની માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 1 ઓગસ્ટના રોજ સંસદમાં ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) બિલ, 2023 રજૂ કર્યું હતું. આ કાયદો રાષ્ટ્રીય રાજધાનીમાં સેવાઓના નિયંત્રણ પરના વટહુકમનું સ્થાન લેશે.
સરકારે નોટિફિકેશનમાં કહ્યું કે આ એક્ટને ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (સુધારા) એક્ટ 2023 કહેવામાં આવશે. તે 19 મે, 2023 થી લાગુ ગણવામાં આવશે. ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી એક્ટ 1991ની કલમ 2 ની કલમ (e)માં કેટલીક જોગવાઈઓ દાખલ કરવામાં આવી હતી. ‘લેફ્ટનન્ટ ગવર્નર’ એટલે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી માટે બંધારણની કલમ 239 હેઠળ નિયુક્ત કરાયેલ અને રાષ્ટ્રપતિ દ્વારા ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયેલા પ્રશાસક બિલમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે રાષ્ટ્રીય રાજધાનીના અધિકારીઓના સસ્પેન્શન અને તપાસ જેવી કાર્યવાહી કેન્દ્રના નિયંત્રણ હેઠળ હશે.
બિલ 1 ઓગસ્ટના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું
મણિપુર હિંસા પર લોકસભા અને રાજ્યસભા બંનેમાં હંગામા વચ્ચે 1 ઓગસ્ટના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. મોટાભાગના વિપક્ષી દળો આ બિલની વિરુદ્ધમાં જોવા મળ્યા હતા.રાજ્યસભામાં વિપક્ષી એકતા નિષ્ફળ ગઈ હતી. દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચા બાદ 1 ઓગસ્ટની સાંજે રાજ્યસભામાં મતદાન થયું હતું. જેમાં દિલ્હી સેવા બિલ રાજ્યસભામાં 131 મતોથી પસાર થયું હતું. બિલના વિરોધમાં માત્ર 102 વોટ પડ્યા હતા. રાજ્યસભામાં મતદાન માટે સૌથી પહેલા મશીન દ્વારા મતદાનની જોગવાઈ સમજાવવામાં આવી હતી. પરંતુ થોડા સમય બાદ ઉપાધ્યક્ષે જાહેરાત કરી હતી કે મશીનમાં કોઈ ખામી છે તેથી સ્લીપ દ્વારા મતદાન થશે. આ પહેલા વિપક્ષી દળોના બહિષ્કાર વચ્ચે લોકસભામાં આ બિલને વોઈસ વોટથી પસાર કરવામાં આવ્યું હતું.
બિલ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન નથી: અમિત શાહ – કેન્દ્રીય ગૃહ પ્રધાન
અમિત શાહે રાજ્યસભામાં કહ્યું હતું કે તેઓ પુરાવા આપશે કે આ બિલ કોઈપણ ખૂણાથી સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરતું નથી. આ બિલ દિલ્હી પર કેન્દ્ર સરકારના વર્તમાન વટહુકમને બદલવાનો પ્રયાસ છે. શાહે કહ્યું કે આ બિલ કોઈ પીએમને બચાવવા માટે નથી તેમજ વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસને લોકશાહી પર બોલવાનો અધિકાર નથી.
શાહે વધુમાં કહ્યું કે આપના ખોળામાં બેઠેલી કોંગ્રેસ આ બિલ પહેલા લાવી હતી. આ બિલ આ દેશના પૂર્વ પીએમની સદસ્યતા બચાવવા માટે લાવવામાં આવ્યા નથી. વટહુકમને બદલે અમે કાયદા દ્વારા સિસ્ટમ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દિલ્હી અન્ય તમામ રાજ્યોથી ઘણી રીતે અલગ છે. અહીં સુપ્રીમ કોર્ટ છે, અહીં ઓફિસ છે, આ દેશની રાજધાની છે. વિશ્વભરમાંથી વારંવાર રાષ્ટ્રીય પ્રમુખો અહીં ચર્ચા કરવા આવે છે. તેથી જ દિલ્હીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું છે.