વડોદરા: દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ-મોન્સૂન કામગીરીમાં લાલીયાવાડીપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં નાગરિકોના 100 કરોડ પહેલાજ વરસાદે નુકસાન થયું હતું જે વરસાદ પડ્યા બાદ પણ ૨૪ કલાક બાદ પણ વડોદરા શહેરમાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડોદરા શહેરમાં પ્રિમોન્સુન કામગીરી હજી સુધી ચાલી જ રહી છે તેનો નમુનો સ્થાયી સમિતિનીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલના જ વોર્ડમાં આજ રોજ સામે આવ્યો છે. એક જાગૃત નાગરિકે જ પ્રિ મોન્સુનની કામગીરી સેફટી વગર જ કરી રહેલા મજુરોને કેમેરામાં કેદ કર્યા હતા. જ્યાં વરસાદી ગટરની કામગીરી ચાલુ હતી ત્યારે મહિલા કામદારને ગટરમાં ઉતરવું પડ્યું હતું તે પણ કોઈ સેફ્ટીના સાધન વગર જ અને બહાર કાઢવા માટે તેને બીજા બે કામદારોનો સહારો લેવો પડ્યો હતું.
તે કામદાર પર વગર સેફટી વગર ઉતરે છે અને ઉપર ચઢવા માટે તેને બીજા બે કામદારોનો સહારો લેવો પડે છે. આમ પાલિકાની પહેલા જ વરસાદમાં પ્રિ મોન્સુનની કામગીરી ઉઘાડી પડી ગઈ છે. ત્યારે કહી શકાય કે જ્યારે ચોમાસુ આવવાની તૈયારી છે ત્યારે કોર્પોરેશન દ્વારા જ પોતાની પોલ ખોલી છે. બીજી બાજુ વડોદરા મહાનગર પાલિકાના જે પ્રીમોન્સૂન કામગીરીનો જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેઓ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન પણ કરવામાં આવતું નથી ગટરની અંદર જે સફાઇ કામદારને સફાઈ કરવા માટે ઉતારવામાં આવે છે તેને કોઈપણ પ્રકારની સેફટી આપવામાં આવતી નથી સફાઈ કામદાર નાગરિકોને પુર અને પાણીથી બચવા માટે પોતાના જીવના જોખમે કામગીરી કરી રહ્યા છે. પરંતુ જો કોઈ મોટી હોનારત અગાઉ પણ ઘટી છે એને તેનું પુનરાવર્તન નાથ થાય અને જો ફરી ઘટના ઘટશે તો તેનો જવાબદાર કોણ?
સ્થાઈ સમિતિના પણ પોકળ દાવા ચાલુ છે
મહાવીર ચાર રસ્તાથી કિશનવાડી તરફ જતા રોડ રસ્તા પર આવેલ ગટરમાં સામાન્ય કામગીરી કરવામાં આવી હતી ગટરમાં કોઈ પ્લાસ્ટીક વસ્તુ ફસાય જતા ત્યાં પાણી જઈ શકતું નહોતું તેના લીધે ત્યાં સમાન્ય સફાઈ કરવામાં આવી હતી.
-ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાયી ચેરમેન