નડિયાદ: ખેડા જિલ્લામાં ચોમાસાના આગમનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે નડિયાદમાં શુક્રવારે રાત્રે વરસાદી ઝાપટું વરસતાની સાથે જ વિજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. આ ઉપરાંત શહેરના શ્રેયસ ગરનાળામાં એક એમ્બ્યુલન્સ ફસાઇ જતાં ફાયર બ્રિગેડ દ્વારા તેને બહાર કાઢવામાં આવી હતી અને એમ્બ્યુલન્સમાં બેઠેલા બે વ્યક્તિઓને રેસક્યુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરના વૈશાલી સિનેમા પાસે આવેલી મધુબન સોસાયટી પાસે વિજ પોલ તૂટી પડ્યો હતો. જોકે, શહેરમાં ચોમાસાના આગમન પહેલાં પ્રિ-મોન્સુન પ્લાન મુજબ કામગીરી કરવામાં નહીં આવે તો શહેરીજનોને ભારે હાલાકી વેઠવી પડશે તેમાં કોઇ બેમત નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતા દ્વારા પોસ્ટ કરી પાણી ન ભરાયાનો દાવો કરવામાં આવ્યો હતો. બીજી તરફ નાળામાં ફસાયેલી એમ્બ્યુલન્સથી સ્થિતિ સ્પષ્ટ બની હતી.
નડિયાદમાં પ્રિ-મોન્સુન કામગીરીની મોંકાણ કાગળ પર જ કામ, નાગરિક હેરાન પરેશાન
By
Posted on