Vadodara

વાસણા-ભાયલી તરફ પ્રિ-મોન્સુનની કામગીરી માત્ર નામની

વડોદરા : વડોદરા શહેરમાં દરરોજ કોઇને કોઈ સમસ્યા જોવા મળે છે. આજ રોજ અમારા ફોટોગ્રાફરેઆજ રોજ વાસના ભાયલી રોડ પર આવેલી કેનાલમાં જાણે બાગબગીચો હોય તેમ લીલુંછમ કેનાલ જોવા મળી હતી. પાલિકા તંત્ર મોટી મોટી ગુલબાંગ પોકારે છે કે અમે પ્રિમોન્સુનની કામગીરી પૂરી કરી નાખી પરંતુ જો તંત્ર દ્વારા કામગીરી કરી હોય તો આ બાગબગીચા વાળી કેનાલ વાસના ભાયલી રોડ પર ક્યાંથી આવી તે એક પ્રશ્ન વાસના ભાયલી રોડ પર આવેલ શહેરીજનોને ઉદ્ભવે છે.

જયારે વડોદરા શહેરમાં સભા સંબોધવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવના હતા ત્યારે પાલિકા તંત્ર દ્વારા આજવા રોડ ની રાતોરાત કાયાપલટ થઈ ગઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માત્ર એક કલાક ની સભાના કારણે સ્થાનીક રહીશો ને માગ્યા વગર લાભ મળ્યો છે. આવા તમામ લાભ (રોડ, પાણી, ડ્રેનેજ, સફાઈ) તમામ શહેરીજનોને કેમ નથી મળતા? વેરા તો પ્રજા ભરે છે. અને એસી કેબિનમાં બેસીને કરોડોની ખાયકી ક્યા થાય છે એ તો વડોદરાના છોકરા સુદ્ધાં જાણે છે. આમ વડાપ્રધાન આવે એટલે તેમને વ્હાલા બનવા માટે પાલિકા તંત્ર દ્વારા કામગીરી બતાવી શકાય માટે રૂટ પરના રોડની કામગીરી તથા દરેક સમસ્યાનું નિવારણ કરવામાં આવતું હતું જયારે વાસના ભાયલી કેનાલમાં પ્રિ-મોન્સુનની કામગીરી કરી જ નથી તેનું એક તાજું ઉદાહરણ અમારા ફોટોગ્રાફરે કેમેરામાં કેદ કર્યું હતું.

વડોદરા મહાનગર પાલિકા તંત્ર દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી કરવાની કે તે કરી નથી તે આ ફોટોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે પાલિકા તંત્ર ખાલી મોટી મોટી ગુલબાંગો પોકારે છે કે અમે પ્રિ-મોન્સુનની કામગીરી કરી પરંતુ આ નબળી કામગીરી જોવા મળી રહી છે જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસું માથે બેઠું છે જો એકાદ ઇંચ પણ વરસાદ પડે તો વાસના ભાયલી રોડ પર પાણી પાણી થઇ જાય છે જો વધારે પડતો વરસાદ પડે આ વિસ્તાર બોટમાં ફેરવાય જાય છે અને હવે તો વાસના ભાયલી રોડ પર આવેલ કાંસની કામગીરી કરી જ નથી.

જો પાણી ભરાય તો પાણી ક્યાં જશે તેની કોઈ ને પણ ખબર જ નથી. જેને લઈને સ્થાનિકો દ્વારા પાલિકા તંત્ર પર રોષ ઠાલવ્યો હતો. પાલિકા તંત્ર મોટી મોટી ગુલબાંગ પોકારે છે કે અમે પ્રિ-મોન્સુનની કામગીરી પૂરી કરી નાખી પરંતુ જો તંત્ર દ્વારા કામગીરી કરી હોય તો આ બાગબગીચા વાળી કેનાલ વાસના ભાયલી રોડ પર ક્યાંથી આવી તે એક પ્રશ્ન વાસના ભાયલી રોડ પર આવેલ શહેરીજનોને ઉદ્ભવે છે. સ્થાયી ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જે પ્રિ-મોન્સુનની કામગીરી બાકી રહી ગઈ છે તે એકપછી એક કામગીરી કરવામાં આવશે.

Most Popular

To Top