રશિયાએ યુક્રેન સામે લડી રહેલા પોતાના સૈનિકોનું મનોબળ વધારવા માટે મોટી જાહેરાત કરી છે. રશિયન સત્તાવાળાઓએ જાહેરાત કરી છે કે યુક્રેનમાં લડવા માટે તૈનાત સૈનિકો અને રાજ્ય કર્મચારીઓને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવશે. નવી કર નીતિ ચાર યુક્રેનિયન પ્રદેશોમાં લડતા તમામ રશિયન સૈનિકોને લાગુ પડે છે, જેમાં ડોનેસ્ક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝિયાનો સમાવેશ થાય છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે શુક્રવારે ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં સમાવિષ્ટ મુક્તિનો ઉલ્લેખ કર્યો હતો, જેની વિગતો રશિયન સત્તાવાળાઓ દ્વારા ગુરુવારે સાંજે પ્રકાશિત કરવામાં આવી હતી. આદેશ અનુસાર, સૈનિકો, પોલીસ, સુરક્ષા સેવાઓના સભ્યો અને ચાર પ્રદેશોમાં ફરજ બજાવતા અન્ય રાજ્ય કર્મચારીઓએ હવે તેમની આવક, તેમના ખર્ચ અને તેમની સંપત્તિની માહિતી આપવાની રહેશે નહીં.
નવા હુકમનામા મુજબ પુતિન યુક્રેનમાં લડી રહેલા સૈનિકોને ભેટ આપશે. ઓર્ડરમાં વધુમાં જણાવાયું છે કે યુક્રેનમાં રશિયન દળો પણ પુરસ્કારો અને ભેટો મેળવવા માટે હકદાર છે જો તેઓ માનવતાવાદી પાત્રના હોય અને રશિયા દ્વારા યુક્રેનમાં “વિશેષ લશ્કરી કાર્યવાહી” તરીકે ઓળખાતા ભાગ રૂપે પ્રાપ્ત કરવામાં આવ્યા હોય. નવી કર નીતિ ભાગીદારો અને વ્યક્તિઓના બાળકો પર પણ લાગુ થશે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને ગુરુવારે યુક્રેનમાં રશિયાના યુદ્ધના સમયગાળા માટે સરકારી અધિકારીઓ માટે તેમના આવકવેરા રિટર્ન જાહેર કરવાની આવશ્યકતાઓને દૂર કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા.
આ આદેશ પહેલાં, રશિયન કાયદા અનુસાર, સ્થાનિક ભ્રષ્ટાચારને ઘટાડવાના પ્રયાસમાં જાહેર સેવકોએ પોતાના અને તેમના નજીકના પરિવારના સભ્યો માટે આવકવેરા રિટર્ન જાહેરમાં જાહેર કરવા જરૂરી હતા. જે લશ્કરી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી અથવા બરતરફ કરવામાં આવ્યા હતા તેઓને પણ તેમના ટેક્સ રિટર્ન જાહેર કરવા જરૂરી હતા. તે જ સમયે, ક્રેમલિને યુક્રેનમાં લડતા રશિયનો માટે પ્રોત્સાહનોની શ્રેણી બહાર પાડી છે, રોકડ બોનસ ઓફર કરે છે અને પ્રિયજનોના મૃત્યુ અથવા ઇજાના કિસ્સામાં પરિવારોને નાણાકીય સહાયનું વચન આપ્યું છે. જો કે આ બાબત માત્ર રશિયા માટે સારી છે વિશ્વ માટે નથી કારણ કે વિશ્વમાં યુદ્ધ થાય તે સારી બાબત નથી.
આ તરફ ચીન પણ તાઇવાન સાથે અને ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા સાથે યુધ્ધ કરવા માટે થનગનાટ કરી રહ્યું છે એટલે નવા વર્ષમાં દુનિયામાં યુદ્ધ નહીં થાય તેવી પ્રાર્થના ભગવાનને કરવી જોઇએ. બીજી તરફ થોડા મહિના અગાઉ જ આવેલા ગ્લોબલ ઇન્ડેક્સના આંકડા પણ સારા નથી ગ્લોબલ હંગર ઇન્ડેક્સના રિપોર્ટમાં પાકિસ્તાન ૮૮માં, નેપાળ ૭૩માં, બાંગ્લાદેશ ૭૫માં, ઇન્ડોનેશિયા ૭૦માં, શ્રીલંકા ૬૪માં, મ્યાનમાર ૭૮માં ક્રમે છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ચાર માપદંડો પર દેશોને પારખે છે. આ ચાર માપદંડોમાં કુપોષણ, શિશુ મૃત્યુદર, ચાઇલ્ડ વેસ્ટિંગ અને બાળકમાં વિકાસમાં અવરોધ છે. ચીન, બેલારુસ, યુક્રેન, તુર્કી, ક્યુબા અને કુવૈત સહિત ૧૭ દેશો ટોચના રેન્ક પર છે. આ દેશોન જીએચઆઇ સ્કોર પાંચથી ઓછો છે. ભારતની ૧૪ ટકા વસતિ કુપોષણથી પીડાઇ રહી છે. જેમાં ભારતનો ક્રમાંક 117મો છે પરંતુ ભૂખમરો દુનિયાના કોઇપણ દેશ માટે સારી બાબત નથી નવા વર્ષમાં લોકોનો ભૂખમરો ઓછો થાય તેવી પ્રાર્થના ભગવાનને લોકોએ કરવી જોઇએ.