Charchapatra

વહુ અને વરસાદને જશ નહિ

સદીઓથી ચાલે આવતી કહેવત છે કે, ‘વહુ અને વરસાદ ને જશ નહીં, વહુની પસંદગી સંબંધિત બહુ ઝીણું કાંતવાનું હોય છે. ઘર-પરિવાર, દેખાવ-સ્વભાવ વિગેરે એના પિયર પક્ષનું સામાજિક વાતાવરણ સમજવું જરૂરી છે. ઘરસંસાર માંડ્યા પછીની અપેક્ષા પૂર્તિની શક્યતાઓ સાસરા પક્ષેથી મળી શકશે કે કેમ? એની પૂરતી ચકાસણી કરવામાં નહી આવતા, સરવાળે વહુ ને એવું લાગ્યા વિના નથી રહેતુ કે, ‘ટપાલ ભળતા સરનામે પોષ્ટ થઈ ગઈ છે,

‘‘સાસરા પક્ષેથી મન પસંદ વાતાવરણ ઉભુ કરવાની ક્ષમતા મોટા ભાગોના પરિવારોમાં નહિંવત છે. સમજુ વહુએ જશ મળે કે, નહીં મળે એની પરવા કર્યા વિના કર્તવ્ય પરાયણતા, નિષ્ઠાપૂર્વક પાઠ કરતા રહેવું જોઈએ. વરસાદ તો રુતુચક્ર આધારિત હોય છે અને બદલતા જતા સમયમાં ગ્લોબલ વોર્મિંગના કારણે આખાય વિશ્વમાં વાતાવરણના ફેરફારની નોંધ થઈ રહી છે. ત્યારે ક્યારેક તો સિઝનના સરેરાશ વરસાદની સરખામણી પણ સદંતર ખોટી પડી જાય છે. અહી પણ અપેક્ષિત વરસાદ અત્રે જશ- અપજશ નો છેદ ઊડી જાય છે.
સુરત     – પંકજ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top