Charchapatra

મૃત્યુ પછી જ પ્રશંસા

કિંમત માણસની નહિ, પણ તેના કામની હોય છે પરંતુ ઘણી વાર માણસની મૃત્યુ પછી જ કિંમત વરતાય. વ્યકિત ગમે તેટલું પોતાના કુટુંબ માટે ફરજ નિભાવતો હોય પણ કયાંક તો એની ભૂલ થાય જ છે. વ્યકિતની તેની ફરજમાંથી જરાક પણ ચૂક થાય તો તેની બીજી બધી સારી ફરજો ભૂલીને લોકો તેની ખામીઓ  કાઢવા બેસી જાય છે. એ ભૂલને આગળ કરીને તેનાં સારાં કામોને ભૂલવાં ન જોઇએ. સામી વ્યકિને નીચો પાડીને પોતે આગળ આવવાની વૃત્તિ જ કહી આપે છે કે કોઇની ખુશીમાં તમે કેટલા ખુશ છો. તમે વ્યકિતની સામે ભૂલો બતાવવા હિંમત રાખતા હોય તો પ્રશંસા કરવા માટે જીગર રાખો. આ બાબતે સંયુકત ફેમીલીમાં રહેતી, પરણીને આવેલ વહુ તરીકે ફરજ બજાવતી સ્ત્રીને વધુ લાગુ પડે છે. ગમે તેવું સારું કામ કરે, પણ એક ખોટું કામ એના સારા કામને ધોઇ નાંખે છે. આ વિચારસરણી બદલવા જેવી ખરી. બેસણામાં જઇને તેને માટે પ્રશંસા કરવા કરતાં તેની સાથે રૂબરૂમાં બેસીને પ્રશંસા કરવી વધુ યોગ્ય લાગે છે.
સુરત     – કલ્પના વૈદ્ય- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top