લોકસભામાં પ્રધાન મંત્રી શ્રીએ કહ્યું કે શું કારખાના અધિકારીઓ ચલાવશે ? ઉદ્યોગો અધિકારીઓ ચલાવશે ? શું અધિકારીઓ બધું જ કરશે ? ..આપડે આ પ્રકારની વ્યવસ્થા અને માનસિકતા ક્યાં સુધી ચલાવીશું ? વાત સાચી છે .ભારત આઝાદ થયો ત્યારથી સમયાન્તરે આ પ્રશ્નો ઉભા થયા છે કે અગ્રેજો એ ગોઠવેલી બબુસાહી માંથી આપડે ક્યારે આઝાદ થઈશું .
આમતો અંગ્રેજો એ જે આંશિક આઝાદી આપવાની શરૂઆત કરી હતી તેમાં આ અધિકારવાદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી .જ્યાં કામ ભરતીઓ કરે પણ તેમણે કામ કેવી રીતે કરવું તે નક્કી અગ્રેજ અફસરો કરે .
ગુલામી હતી ત્યાં સુધી આ બધું હોય એ સમજી શકાય પણ આઝાદ ભારતમાં પણ આવું ચાલવા દેવાય ? હા આઝાદી પછી આમળે મિશ્ર અર્થતંત્ર માં સમાજવાદ તરફ ઢળ્યા અને મોટા ભાગનું અર્થતંત્ર સરકારના કાબુ માં રહ્યું જ્યાં અગત્ય ના નિર્ણયો સરકારી અધિકારીઓ લેતા હતા ..ઉદ્યોગ રેલ્વે સંદેશ વ્યવહાર બેંક વીજળી દવ્ખાના અને શિક્ષણ બધુજ સરકાર હસ્તક મતલબ અધિકારીઓ દ્વારા ચાલતું .
હા નીતિ વિષયક નિર્ણય રાજનેતા કરતા પણ રોજીંદો વહીવટ અધિકારીઓ ના પરિપત્રથી થતો માટે જ ઘણા આને લાયસન્સ રાજ કહેતા. 1991 થી ખનગી કારણ અને ઉદારીકરણ શરુ થયું અને 2021 માં આ નવી આર્થિક નીતિ ને ત્રીસ વર્ષ પુરા થશે . કોગ્રેસ નો જોક જેમ સમાજવાદ તરફ હતો તેમ આ સરકારનો ઝોક મૂડીવાદ એટલે કે મુક્ત અર્થતંત્ર તરફ છે. માટે જ આપડે ડીસ ઇન્વેસ્ટમેન્ટ ની પ્રક્રિયા કરીએ છીએ .
સરકાર પોતાને હસ્તક ઉદ્યોગ અને આર્થિક પ્રવૃત્તિ ખાનગી ક્ષેત્ર ને સોપે તે ડીસ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય . આ વખત ના બજેટમાં સરકારે ડીસઇન્વેસ્ટમેન્ટ દ્વારા રૂપિયા કમાવવા નો ઉદેશ રાખ્યો છે. સાથે સાથે એસેટ મોનેટાઈઝેશન દ્વરા પણ રૂપિયા ભેગા કરવાના છે. એસેટ મોનેટાઈઝેશન એટલે સરકારી સંપત્તિ વેચી ને રૂપિયા કમાવવા જેમકે રેલ્વે પાસે વધારાની જમીન પડી છે તે બજારમાં વેચી ને રૂપિયા અંકે કરવા વર્ષો થી કેટલાક પ્રશ્નો દરેક અભ્યાસુઓ ને થતા હતા .
જેમકે ખેતી ના અગત્યના નિર્ણય સચિવો કેવી રીતે કરી શકે. જેમ ક્રિકેટ ન રમનારા ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ના નિર્ણાયકો હોય છે તેમ ખેતરમાં પગ ન મુકનારા અધિકારીઓ ખેતી વિષે યોજના ઓ બનાવે ,નિયમો બનાવે ….આવું જ શિક્ષણ માં …રમતગમત માં વહીવટ માં બધે જ …માટે વડા પ્રધાને અત્યારે જે પ્રશ્ન ઉભો કર્યો છે તે નવો નથી પણ આશ્ચર્ય કારક જરૂર છે.
કારણ કે માનનીય નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાત માં મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે ટેવ પાડી હતી કે વાતવાત માં ધારાસભ્યો અને નેતાઓ એ દખલ કરવી નહિ અને અધિકારીયો એ નિયમ મુજબ કામ કરવું આગળ જતા આ ટેવ એવી વ્યવસ્થા થઇ કે અધિકારીયો કોઈનું મને જ નહી .
જે પ્રશ્ન લોકસભમાં વડાપ્રધાને પૂછ્યો તે જ પ્રશ્ન આપડે આ કોલમમાં વારવાર પૂછતા આવ્યા છીએ કે શા માટે ગુજરાતમાં આટલું બધું અધિકારીયો નું શાશન છે .શાળા કોલેજો ના વેકેશન ,સેમેસ્ટર સીસ્ટમ ,પરીક્ષા બધુજ અધિકારીઓ નક્કી કરે છે.
સરકારી ભરતીઓ માં લાયકાતના ધોરણો રાતોરાત બદલાય છે નેતાઓનું ધ્યાન દોરીએ તો કહેછે સચિવ ને પૂછો . ગુજરતમાં કૃષિ મેળા ,કન્યા કેળવણી વાચેગુજરાત ….થી માંડીને મહોત્સવો ઉજવણીઓ .ઔદ્યોગિક નીતિઓ બધું જ અધિકારીઓ નક્કી કરે છે.
આમતો ખાનગી કરણના ત્રીસ વર્ષ પછી લાયસન્સ અને બાબુશાહી લગભગ ખત્મ થવી જોઈએ પણ ગુજરાત માં સરકારી કારણ વધતું જાય છે .આપડે સિનેમા જેવા ખાનગી ક્ષેત્ર માં પણ સર્વિસ ચાર્જ ના પત્રો સરકારી બાબુઓ કરે છે . કોરોના કાળમાં તો લગભગ અધિકારીઓ જ નક્કી કરતા રહ્યા કે સમાજ અને અર્થતંત્ર કેવી રીતે ચાલશે . તો જો ખુદ સરકારના વડા જ માનતા હોય કે બધે બાબુઓ ની જરૂર નથી ..
જે તે ક્ષેત્ર ના તજજ્ઞો ત્યાં નિર્ણય કરે .તે તરફ દેશને ગતી કરવાની છે તો ગુજરાત સરકારના આગેવાનો પણ આ વાત સમજે શિક્ષણ ના નિર્ણયો શિક્ષણના તજજ્ઞો ને કરવાદો,યુનીવર્સીટી સ્વતંત્ર રીતે ચલ્વાદો .સિનેમા નિર્માણ અને પ્રદર્શન માં સરકાર કરવેરા સિવાય ની દખલ ઓછી કરે . ઉદ્યોગો અને વહન વ્યવહાર સંદેશ વ્યવહાર માં ,આર્થિક વ્યવહારોમાં અધિકારીઓ ની ડખલ ઓછી કરે.
–આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

You must be logged in to post a comment Login