Gujarat

ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીમાં કોરોના સામેની રસીકરણ મુદ્દે મોદી સરકારની પ્રશંસા કરાઈ

આગામી વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે હવે ચૂંટણી માટે તૈયાર રહેવા હાકલ કરી છે. આજે ગાંધીનગરમાં કમલમ કાર્યાલયમાં પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક યોજાઈ હતી. જેમાં 40 કરતાં વધુ પ્રદેશ નેતાઓ હાજર રહ્યાં હતાં. જયારે જિલ્લામાંથી 300 કરતાં વધુ અગ્રણીઓ વર્ચ્યુઅલ બેઠકમાં જોડાયા હતા.

આજની કારોબારીની બેઠકમાં કોરોનાના કપરા સમયમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે લીધેલા મહત્વના નિર્ણયોની પ્રશંસા કરતો ઠરાવ પસાર કરાયો હતો. પાટીલે કહ્યું હતું કે પીએમ મોદીએ નિર્ણયો લીધા તેનાથી કોરોના કાળમાં મોટી જાનહાનિ બચી જવા પામી છે. આજે વિશ્વમાં સોથી વધુ રસીકરણ ભારતમાં જ કરવામાં આવ્યુ છે. ગુજરાત માટે ઓકિસજનની વ્યવસ્થા કરવા માટે તેમણે પીએમ મોદીનો આભાર વ્યકત્ત કર્યો હતો.

સીએમ વિજય રૂપાણીએ પણ કોરોનાની બીજી લહેર વખતે રાજય સરકારે કરેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. રૂપાણીએ કોંગ્રેસને આડે હાથે લેતા કહયું હતું કે કોંગ્રેસ પોતાનું ઘર પણ સારી રીતે સંભાળી શકી નથી.ડે સીએમ નીતિન પટેલે રાજકિય ઠરાવ રજૂ કર્યો હતો. જેમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃ્ત્વ હેઠળ સરકારની કોરોના સમયની કામગીરીને બિરદાવવામાં આવી હતી. .

Most Popular

To Top