વડોદરા : વારસીયા સંજયનગર પ્રધાનમંત્રી આવાસ યોજના માં રાતોરાત ભૂમિપૂજન નક્કી થયું. હાઇકોર્ટના આદેશને પગલે સંજય નગર નું ખાતમુહર્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાતોરાત તંબુ બાંધી દેવામાં આવ્યા સ્ટેજ અને રસોઈ તૈયાર કરી લેવામાં આવી હતી જોકે એકાએક ભૂમિ પૂજન અગમ્ય કારણોસર રદ કરવામાં આવ્યું હતું. ભૂમિ પૂજન ગઇ સાંજે મેયરની ઓફિસમાં ડેવલોપર ગુપ્ત મીટીંગ યોજી હતી. વારસિયા સંજય નગર સાડા 4 વર્ષ થી જે પ્રધાનમંત્રી આવસ યોજના ના વિસ્થાપીતો ઘર ના સપના જોવે છે. હાઇકોર્ટના આદેશને પગલે સંજય નગર નું ખાતમુરત કરવાનો ડેવલપર દ્વારા રાતો રાત ભૂમિ પૂજન, નક્કી થયું.પૂજ્ય ગોસ્વોમી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ ના વરદ હસ્તે યોજવામાં આવનાર હોય અને નરેન્દ્ર મોદી ફોટા વાળી પત્રિકા આમંત્રણમાં છપાઈ હતી. અચાનક ભૂમિ પૂજન નો કાર્યક્રમ યોજાયો, દ્વારકેશ લાલજી મહારાજ મનાવી લેવાયા હતા.
સંજય નગર આવાસ યોજના નું ભૂમિ પૂજન તરીખ 25 નવેમ્બર ના રોજ 3 કલાક નો સમય આપી ગરીબ આવસ યોજના માં ધન પતિઓ ને , નેતાઓ, અધિકારીઓ, કોર્પોરેટર, ધારાસભ્યો, સંગઠન હોદેદારો, પાલિકા ના ઉચ્ચ અધિકારીઓ ને આમંત્રણ અપાયા. નિમંત્રણ પત્રિકા માં ફક્ત ડેવલોપર્સ નું નામ લખાયું NRPL & SDMC, JV, ના ઇ – આમંત્રણ આપ્યા, એક રાત માં અગમ્ય કારણ સર ભૂમી પૂજન રદ થયા નું ની જાહેરાત કરાઈ. આમંત્રિતોને પડેલ અસુવિધા માટે ડેલોપર્સ ક્ષમા માગી હતી. એક રાત માં તો એવું શું બની ગયુ, કે કરોડો રૂપિયા ની પ્રધાનમંત્રી આવસ યોજના ની કામગીરી અચાનક રોકી દેવાઈ. ગુજરાત મિત્ર સંજય નગર પર સતત વોચ માં હતી , એફોરટેબલ હાઉસિંગ વિભાગ , સિટી એન્જીનિયર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેડિગ કમિટી ચેરમેન, મેયર અને ભોગ બનેલા સાથે સંપર્ક માં હતા.