મેક્સિકો સિટી: પશ્ચિમી મેક્સિકોના (Mexico) મિચોઆકન (Michoacan) રાજ્યમાં કોક ફાઇટ દરમિયાન 19 લોકો માર્યા ગયા હતા. અચાનક બનેલી ઘટનાથી સમગ્ર શહેરમાં હોબાળો મચી ગયો હતો. કોક ફાઇટિંગની ગેરકાયદેસર સ્પર્ધા દરમિયાન, કેટલાક બંદૂકધારીઓએ બંદૂક લઈને ત્યાં હાજર લોકોને મારી નાખ્યાં હતાં. આ હુમલા પાછળના કારણ હજી જાણી શકાયા નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે રવિવારે રાત્રે બનેલી આ ઘટના ગેંગ વોરના સંબંધમાં અંજામ આપવામાં આવી હતી. ત્યાંના રાષ્ટ્રપતિએ આને માનવ માનવ વ્ચ્ચેનો નરસંહાર કહ્યો છે.
એક ફોરેન્સિક સર્વિસ યુનિટને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યું હતું, જેમાં 19 લોકો (16 પુરૂષો અને 3 મહિલાઓ) ગોળી વાગ્યા બાદ મૃત હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે 32 વર્ષીય વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મૃત્યુ થયું હતું. આ ઉપરાંત અન્ય ઘણા ઘાયલોને જિલ્લા હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના કેવી રીતે બની અને અંધાધૂંધ ગોળીબાર શા માટે થયો? એટર્ની જનરલ ઓફિસ અનુસાર આ અંગે સ્પષ્ટતા કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
ગેંગ વોર હુમલો
આ વિસ્તારમાં ઘણી ગુનાહિત ગેંગ સક્રિય છે, જેઓ દરરોજ ગેંગના અન્ય સભ્યો પર હુમલો કરે છે. છેલ્લા કેટલાક મહિનામાં, મેક્સિકોમાં આવી ઘટનાઓમાં વધારો થયો છે જ્યારે બંદૂકધારીઓએ પાર્ક, બાર અને ક્લબ પર હુમલો કરીને બદલો લીધો હતો. આ દરમિયાન અનેક નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.
મિકોઆકન
રાજ્ય ઓછામાં ઓછા એક દાયકાથી ડ્રગ હેરફેરના ગુનાહિત જૂથોની હિંસાથી પ્રભાવિત છે. મેક્સિકોના પબ્લિક સિક્યુરિટીના સચિવાલય અનુસાર, 2021માં મેક્સિકોમાં નોંધાયેલી લગભગ 70 ટકા હત્યાઓ સંગઠિત અપરાધ સાથે સંકળાયેલી હતી. પોલીસને સ્થળ પરથી હજારો ખાલી ગોળીઓ મળી આવી હતી. મેક્સિકોના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે આ એક જૂથ દ્વારા બીજા જૂથનો નરસંહાર છે.
મેક્સિકોમાં ગેરકાયદેસર હોવા છતાં, ચિકન લડાઈ અત્યંત લોકપ્રિય છે. આ છુપી લડાઈ જોવા માટે હજારો લોકો એકઠા થાય છે. આ વિસ્તાર ડ્રગ્સની દાણચોરી કરતી ગેંગ માટે યુદ્ધનું મેદાન બની ગયો છે. શક્તિશાળી જેલિસ્કો ન્યુ જનરેશન કાર્ટેલને કોકેઈનના વેપાર પર કબજો કરવા માટે ઘણા નાના જૂથો દ્વારા પડકારવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રપતિએ સુરક્ષા નીતિને ટેકો આપ્યો
આ ઘટના પછી, પ્રમુખ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરે ગુનાહિત જૂથો પ્રત્યેની તેમની સરકારની નીતિઓનો બચાવ કર્યો છે, જેમાં તેમણે ડ્રગ કાર્ટેલ્સ પર નજર રાખીને, હિંસા પાછળના મૂળ કારણો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું છે, બીબીસીમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ. ઓબ્રાડોરે કહ્યું, ‘અમને સારા પરિણામો મળી રહ્યા છે કારણ કે અમે સુરક્ષા નીતિને સંપૂર્ણપણે બદલી નાંખી છે.’