સિંગવડ : સિંગવડ તાલુકાના કેસરપુર હડપ નદી નાળા ઉપર ની સાઈડ માં રીપેરીંગ નહીં કરાતા ફરી કોઈ દુર્ઘટના સર્જાય તેમ લાગી રહ્યું છે. કેસરપુર હડપ નદીના પુલ ની જોડે આવેલા નાળા પર થોડાક મહિના પહેલા એક પથ્થર ભરેલા ડમ્પર 10 ફૂટ નીચે ખાડામાં પડી ગયું હતું જ્યારે ડમ્પરને તો કાઢી લેવામાં આવ્યું પરંતુ આ નાળા પર ની જે સાઈડ તૂટી ગઈ હતી તે આજ દિન સુધી તેને રિપેર કરવામાં નહીં આવતા તે જગ્યા પર કોઈપણ સમયે કોઈ મોટી ફરી જાનહાની થાય તેવો ભય લાગી રહ્યું છે.
આ નાળાની સાઈડ રીપેર નહીં કરાતા રાત્રે મધરાતે આવતી ગાડી વાળા નું સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી બેસે કે સામે આવતી ગાડી ના લાઈટ ના લીધે સાઈડ ના દેખાય તો આ નાળામાં ફરીથી કોઈ મોટી જાનહાની થાય તેમ લાગી રહ્યું છે જો આ નાળા પરના તૂટેલા ભાગ ને રિપેર કરવામાં માટે કોઈ પણ લાગતા વળગતા સરકારી તંત્રના અધિકારીઓ દ્વારા ધ્યાનમાં લેવામાં નહીં આવતુ હોય તેમ લાગી રહ્યું છે કે પછી સરકારી તંત્ર પણ કોઈ પાછો આ નાળા પર અનિચ્છનીય બનાવ બને તેની રાહ દેખી રહી હોય તેમ લાગી રહ્યું છે માટે હડપ નદી નાળા માટે કોઈ લાગતા વળગતા અધિકારી ધ્યાનમાં લઈને તેને રિપેર કરાશે કે પછી જેમ ચાલે છે તેમ ચાલતું રહેશે.