શિક્ષણમાં હવે બધું પૂર્વવત્ થવાના સંજોગો છે. કોરોના મહામારીએ આપણા જીવન પર વ્યાપક અસરો પાડી છે. પણ બધું સામાન્ય અને પૂર્વવત્ થાય ત્યારે આપણે જૂના દુર્ગુણો અને કુટેવોને પણ પૂર્વવત્ કરીશું? જેમ કે લોકડાઉનમાં તમાકુ-ગુટખા-પાન-બીડી મસાલાના વ્યસનીઓ તે બધા વગર પણ જીવ્યા. ઘણાં શરૂઆતના તબક્કામાં હતા તેમને વ્યસન છૂટયાં. શું જનજીવન સામાન્ય થયા પછી આ વ્યસનો ફરી ચાલુ કરવાં જરૂરી છે? આવું જ પ્રદૂષણ-પર્યાવરણ સંદર્ભે વિચારી શકાય! અને આવું જ શિક્ષણ અને સમાજ માટે પણ વિચારી શકાય!
જો સાચા અર્થમાં વિચારીએ તો કોરોનાકાળે આપણને પરંપરાગત શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ બતાવી અને અનેક નવા પ્રયોગો, આધુનિકીકરણ આપણે શિક્ષણમાં કર્યા. હવે કોરોના નથી ત્યારે પણ આપણે આ નવાં પરિવર્તનો, કોરોનાકાળની હકારાત્મક અસરો શિક્ષણમાં ચાલુ રાખી શકીએ. આપણે શિક્ષણમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ વધારી શકીએ! વર્ગખંડ શિક્ષણની સાથે ડીજીટલ શિક્ષણને પણ સહાયક સામગ્રી તરીકે ચાલુ રાખી શકીએ! આપણે ત્યાં શાળા-કોલેજના શિક્ષણમાં વરસો-વરસ કોર્ષ (સિલેબસ) પાઠયક્રમ બદલાતા નથી. આપણે લેખિત મટિરીયલ ડીજીટલ ફોર્મેટમાં વિદ્યાર્થીને ઉપલબ્ધ કરાવી શકીએ.
આનો ફાયદો એ પણ છે કે દરેક વિષયમાં જે પાયાના નિયમો, મૂળભૂત ખ્યાલો હોય છે તે કદી બદલાવા નથી, બદલાય છે માત્ર એપ્લાઈડ એટલે કે વ્યવહારુ બાબતો. આપણે વિજ્ઞાન-ગણિત-સમાજશાસ્ત્ર ઇતિહાસના મટીરીયલ્સને કાયમી ધોરણે સહજતાથી વિદ્યાર્થીને પ્રાપ્ત થાય તેવા ફોર્મેટમાં મૂકી શકીએ. પ્રશ્ન બેંક ઓનલાઈન ઉપલબ્ધ કરાવી શકાય. વર્ગખંડ શિક્ષણ ખૂબ અગત્યનું છે અને શિક્ષક વિદ્યાર્થીનો પ્રત્યક્ષ સંવાદ માનવીય ચેતના સાથેના શિક્ષણનો અનુભવ છે. આપણે શાળાના દરેક વર્ગમાં વીડિયો દ્વારા લેકચર ન આપીએ પણ દરેક શાળામાં બે ઓડિયો વિજ્યુઅલ રૂમ હોય, જયાં ઉત્તમ શિક્ષકોના પહેલેથી રેકોર્ડેડ વ્યાખ્યાનો હોય, જયારે શાળામાં કોઇ શિક્ષક ગેરહાજર હોય ત્યારે પ્રોકિસવર્ગના સમયે વિદ્યાર્થીઓને આવા ડીજીટલ લેકચર દ્વારા માર્ગદર્શન આપી શકાય છે! ઇવન ઓડિયો-વિજ્યુઅલ લેકચર તો યુનિવર્સલ સબજેકટના પણ રાખી શકાય? શાળાઓ ઓફ લાઈન સાથે ઓનલાઈનનો વિકલ્પ કાયમી ધોરણે આવી શકે છે. ગેરહાજર રહેતા વિદ્યાર્થીના શિક્ષણકાર્યને સરભર કરવા માટે આ વિકલ્પ ઉપયોગી છે.
આપણા શિક્ષકો, અધ્યાપકો કોરોના પહેલાં ટેકનોલોજી અને આધુનિક સાધનોનો જરૂર પૂરતો જ ઉપયોગ કરતા હતા. કોરોના પછી તમામ વિષયના શિક્ષકો તેનો ઉપયોગ કરતા થઇ ગયા છે. આ ઉપયોગ બંધ કરવા જેવો નથી. બાળકોને મોબાઈલ-સોશિયલ મીડિયા કે કોમ્પ્યુટર ડીવાઈઝના હકારાત્મક ઉપયોગ શીખવાડી શકાય છે. આ સાધનો માત્ર મનોરંજન માટે નથી તે બાળકો પણ સમજી શકયાં છે. શાળા સંચાલકો ગેરહાજર રહેતા – કે આકસ્મિક કારણસર શાળાએ ન આવી શકતાં શિક્ષકોને પણ ઓનલાઈન શિક્ષણની છૂટ આપીને શિક્ષકોને પણ લાભ આપી શકે! ખરેખર તો એક જ વાત મહત્ત્વની છે અને તે છે શિક્ષણ. આપણે વિદ્યાર્થી કે શિક્ષકની ભૌતિક હાજરીને સ્થળ પરની હાજરીને એટલું બધું મહત્ત્વ આપી દીધું છે કે શિક્ષણ પાછળના ક્રમે ધકેલાઈ ગયું છે! આમા હવે ફેરફાર કરવા જેવો છે.
વર્ગખંડ શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા જેવો છે. શિક્ષકો, અધ્યાપકો પોતાના રેકોર્ડેડ લેકચર વિદ્યાર્થીને અગાઉથી મોકલી આપે અને વર્ગખંડમાં માત્ર પ્રશ્નોત્તરી થાય, શંકાઓ દૂર થાય તેવા પ્રયોગો પણ કરવા જોઈએ. શાળા પોતાના ઉત્તમ વિદ્યાર્થીઓનો પણ ઉપયોગ કરી શકે છે. હાલ પરીક્ષાલક્ષી અને ગોખણપટ્ટી આધારિત શિક્ષણની બોલબાલા છે. ત્યારે હવે સરકાર ફરજીયાતપણે અઠવાડિયાના એક દિવસ ઔપચારિક શિક્ષણ સિવાયની બાબતો પર ભાર મૂકે તે જરૂરી છે જેમ કે દર શનિવારે અંગ કસરત, સાંસ્કૃતિક અભિવ્યક્તિ જેમને ગૃપ ચર્ચા, ગીત, સમસ્યાકથન જેવી પ્રવૃત્તિ કરવી.
આપણે પરીક્ષાને પણ વ્યવહાર અને માત્ર લખીને અપાતા જવાબમાંથી મુકત કરવાની જરૂર છે. આપણે જાણીએ છીએ કે પરીક્ષાનાં વિવિધ સ્વરૂપ છે. લેખિત- મૌખિક-પ્રાયોગિક. વળી લેખિત માપના નિબંધ પ્રકાર કે વૈકલ્પિક જવાબ શોધ.. જેવા પ્રકાર પડે છે. આપણે અત્યારે માત્ર વર્ણનાત્મક લેખત પરીક્ષા પર જ ભાર આપીએ છીએ એના બદલે મૌખિક-પ્રાયોગિક બહુ વિકલ્પ શ્રી આધારિત એમ બધા પ્રકારના ઉપયોગવાળી મૂલ્યાંકન પદ્ધતિ કેમ ઉપયોગમાં ન લઇ શકીએ!
આ મહામારીએ આપણને અનેક પાઠ ભણાવ્યા છે.
આ મુશ્કેલ પરિસ્થિતમાં અનેક શિક્ષકોએ પ્રયોગો કર્યા છે. ઘણાએ ઘેર ઘેર જઇ ભણાવ્યું છે. ઘણાએ ગામ વચ્ચે બાળકોને બેસાડીને ભણાવ્યાં છે. ઘણાએ મોબાઈલમાં વીડિયો મોકલીને ભણાવ્યાં છે. ઘણાએ ઓનલાઈન લાઈવ ભણાવ્યાં છે. ઘણાએ વારાફરતી ગૃપ બોલાવી માર્ગદર્શન આપ્યું છે. ઘણાએ કાયમી ધોરણે વીડિયો નેટ પર મૂકયા છે. વિદ્યાર્થીને જયારે જોવા હોય ત્યારે જુએ! આ બધા જ પ્રયોગો બતાવે છે કે શિક્ષણ અનેક પ્રકારે આપી શકાય છે અને આ બધા જ પ્રયોગો વધુ સારી રીતે આગળ વધારવા જેવા છે. શિક્ષણ આપણને સુધારે છે, આપણે શિક્ષણની પદ્ધતિ સુધારવાની જરૂર છે.
- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

You must be logged in to post a comment Login