World

વિશ્વના સૌથી ઊંચા પર્વત પર પણ કોરોના પહોંચી ગયો!: નોર્વેજિયન પર્વતારોહકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો

કોરોનાવાયરસે વિશ્વના સૌથી ઊંચા શિખર પર આરોહણ કર્યું છે. માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પમાં એક નોર્વેજિયન પર્વતારોહકનો કોવિડ-૧૯ માટેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને માઉન્ટ એવરેસ્ટ પર કોરોના પોઝિટિવ બનનાર તે વિશ્વનો પ્રથમ માણસ બન્યો છે, તેને હેલિકોપ્ટર વડે કાઠમંડુ લાવવામાં આવ્યો હતો જ્યાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

અર્લેન્ડ નેસ નામના આ પર્વતારોહકે પોતે આજે એપીને એક મેસેજમાં જણાવ્યું હતું કે ૧પ એપ્રિલે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ગુરુવારે તેનો બીજો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો અને તે હાલ નેપાળમાં એક સ્થાનિક કુટુંબ સાથે રહે છે.

એક માઉન્ટેન ગાઇડે ચેતવણી આપી છે કે એવરેસ્ટના બેઝમાં છાવણી નાખીને રહેતા અન્ય પર્વતારોહકો, ભોમિયાઓ અને કામદારોનું તત્કાળ પરીક્ષણ કરવામાં નહીં આવે અને પગલાં ભરવામાં નહીં આવે તો આવા સેંકડો લોકોમાં આ વાયરસ ફેલાઇ શકે છે.

Most Popular

To Top