Vadodara

વિવિધ યોજનાઓથી ગરીબોના જીવનમાં અમૂલ પરિવર્તન આવ્યું : વિદેશમંત્રી

વડોદરા : સીમલા ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા ગરીબ કલ્યાણ સંમેલનમાં વડોદરાથી વર્ચ્યુઅલ રીતે સહભાગી  ભારત સરકારના વિદેશમંત્રી ડો. એસ. જયશંકર સહિત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી જોડાયા હતા. તેમણે  13 યોજનાના શહેર જિલ્લાના લાભાર્થીઓ સાથે સંવાદ સાધી તેમના પ્રતિભાવો મેળવ્યા હતા. સર સયાજીરાવ ગાયકવાડ નગરગૃહ ખાતે શિમલા ખાતે વધાપ્રધાન ની ઉપસ્થિતિમાં  યોજાયેલ  ગરીબ કલ્યાણ મેળામાં   વરચ્યુઅલી  જોડાઈને તે નિહાળવા માટે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય વિદર્શ મંત્રી ડો.એસ.જયશંકર, રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો જીતુભાઇ સુખડિયા, મધુભાઇ શ્રીવાસ્તવ, અક્ષયભાઇ પટેલ, સીમાબેન મોહિલે, જિલ્લા પંચાયત પ્રમુખ  અશોકભાઇ પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ ભાર્ગવભાઇ ભટ્ટ, જિલ્લા પ્રમુખ અશ્વિનભાઇ પટેલ અને શહેર પ્રમુખ ડો. વિજયભાઇ શાહ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વમાં દેશ અનેક પડકારોનો સામનો કરીને આગળ વધી રહ્યો છે. તેમણે અમલમાં મૂકેલી યોજનાઓના લાભો મળવાના કારણે ગરીબના લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તન લાભાર્થીઓના ખુશહાલ ચહેરાના ઉપર સ્પષ્ટ દેખાઇ છે.

 તેમણે એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલી યોજનાની સિદ્ધિની વાત અમે વિદેશી મહેમાનોને કરીએ તો તે આશ્ચર્ય ચકિત થઇ જાય છે. જેમકે અમેરિકાની વસ્તી જેટલા ૩૦ કરોડ જનધન ખાતા ભારતમાં ખોલવામાં આવ્યા છે. જલજીવન મિશન હેઠળ યુરિપિયન યુનિયનની વસ્તી જેટલા એટલે કે ૪૫ કરોડ ઘરોમાં નળ જોડાણ આપવામાં આવ્યા છે. સમગ્ર જર્મનીમાં આપી શકાય એટલા ૮ કરોડ ગેસ જોડાણ ઉજ્જવલા યોજના તહત આપવામાં આવ્યા છે. જાપાનની વસ્તી ૧૧.૫ કરોડ જેટલી છે, તેના જેટલા લાભો પીએમ ગ્રામીણ આવાસ યોજના અને પીએમ કિસાન સમૃદ્ધિ યોજના હેઠળ આપવામાં આવ્યા છે.

આટલા મોટા પાયે કેન્દ્ર સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી છે. ગરીબો, પીડિતો અને કિસાનો, માતાઓ, યુવાનો, બાળકો સાથે વડાપ્રધાનશ્રીનું ભાવનાત્મક જોડાણ છે. જે તેમને કામ કરવા માટે પ્રેરણા આપે છે, પ્રતિબદ્ધ બનાવે છે.ઉપસ્થિતિ સૌએ શીમલા ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ રસપૂર્વક નિહાળ્યું હતું. પ્રારંભે કલેક્ટર શ્રી અતુલ ગોરે કેન્દ્ર સરકાર દ્વારા અમલી ૧૩ યોજનાઓમાં વડોદરા જિલ્લામાં થયેલી કાર્યસિદ્ધિની ઝલક આપી હતી. આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલે
કરી હતી.

વિદેશમંત્રી ડો.એસ.જયશંકરે શી ટીમની મુલાકાત લઇને કર્મચારી સાથે ચર્ચા કરી
વડોદરા શહેરના બે દિવસના મહેમાન બનેલા ડો.એસ. જયશંકરએ પોલીસ ભવન ખાતે આવેલ શી ટીમની મુલકાત કરી હતી. જેમાં વડોદરા પોલીસ કમિશનરે વડોદરા શી ટીમની કામગીરીની જાણકારી આપી હતી. તેમને વડોદરા શી ટીમની મહિલા કર્મચારી સાથે વાર્તાલાપ કરી પ્રોજેક્શન નિહાળ્યું હતું. વડોદરાની શી ટીમની કામગીરી જોઈને તેમને બીજા શહેરોમાં પણ શી ટીમ પ્રોજેક્ટ લાગુ થશે તેમ જણાવ્યું હતું.

વિદેશીમંત્રી શી ટીમની બહેનો ઉત્સાહ વધાર્યો
સોમવારે વિદેશમંત્રી સાથે મારી મુલાકાત થતા અમારા વચ્ચે શી ટીમની ચર્ચા થઇ હતી. શી ટીમની જાણકારી મેળવવા આજરોજ તેઓ પોલીસ ભવન ખાતે મુલાકાત કરી હતી. તેમને બહેનો સાથે વાતચીત કરી બહેનોનો હોસ્લો વધાર્યો હતો. તદુપરાંત તેમને મોટીવેશન પણ કર્યા હતા.-ડો.શમશેરસિંગ, પોલીસ કમિશ્નર

Most Popular

To Top