અત્યારે ઘણી બધી અભિનેત્રીઓ પરદા પર પાછી ફરી રહી છે અને તેમાં એક પૂજા ભટ્ટ પણ છે. બે વર્ષ પહેલાં તે ‘સડક-2’ માં આવી હતી પણ તે તો મહેશ ભટ્ટની જ ફિલ્મ હતી પણ ત્યાર પછી ‘બોમ્બે બેગમ્સ’ વેબ સિરીઝમાં તે રાની તરીકે આવી હતી હવે સની દેઓલ સાથે ‘ચૂપ’માં આવી રહી છે. પૂજા ભટ્ટની કારકિર્દી અને એકટ્રેસ તરીકેની ઇમેજ તેના પિતા મહેશ ભટ્ટની ફિલ્મોથી જ બની હતી. તેણે બીજા નિર્માતા-દિગ્દર્શકોની ફિલ્મોમાં જરૂર કામ કર્યું પણ તે તેના પિતા અને પોતાના બેનરથી સુરક્ષિત હતી. પાછલા વર્ષો તો નિર્માત્રી તરીકેના જ રહ્યા. તેમાંય ‘તમન્ના’, ‘દુ:શ્મન’, ‘જખ્મ’ વગેરેમાં તો તે સ્વયં અભિનેત્રી પણ હતી પણ પછી ‘જિસ્મ’, ‘પાપ’, ‘હોલી ડે’, ‘જિસ્મ-2’, ‘કેબ્રે’ ને ‘રોગ’ની તે નિર્માત્રી જ હતી. આમાંની છ ફિલ્મોની તો તે દિગ્દર્શક પણ હતી પણ હવે તે નિર્માણ અને દિગ્દર્શનમાં ઓછી દેખાય છે. જોકે ‘જિસ્મ-3’ તેના દિગ્દર્શનમાં જ બનવાની છે. પણ તેનું આલિયા ભટ્ટ જેવું નથી કે જે અભિનેત્રી તરીકે જ ઓળખાતી હોય. •
પૂજા આલિયાને ટક્કર આપશે!
By
Posted on