SURAT

પોન્ઝી સ્કીમમાં હજારો લોકો સાથે 25 કરોડથી વધુ રોકાણ કરાવનાર સાત વર્ષે ઝડપાયો

સુરતઃ પોન્ઝી સ્કીમમાં (Ponzi scheme) 25 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવડાવી હજારો લોકો સાથે છેતરપિંડી (Fraud) કરનાર આરોપીને એસઓજીની (SOG) ટીમે સાત વર્ષ પછી પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી સામે ભરૂચ, તાપી-સોનગઢ તથા વડોદરા સી.આઈ.ડી.ક્રાઇમ પોલીસમાં પણ ફરિયાદ નોંધાઈ હતી.એસઓજીની ટીમ વોન્ટેડ આરોપીઓની (Wanted Accused) શોધખોળમાં હતી ત્યારે ધી ઓસ્કાર કો.ઓ. સોસાયટીના નામની કંપનીના ડિરેકટર તથા સહ આરોપીઓએ ભેગા મળી એજન્ટો મારફ્તે થાપણદારો ખાતેદારોને ડેઈલી, મંથલી, ફિકસ ડિપોઝીટ તથા ચિલ્ડ્રન પ્લાન જેવી અલગ અલગ લોભમણી સ્કીમ બતાવી ગામડાના લોકોને ભોળવી 25 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવી પાકતી મુદતે રોકાણના નાણા પરત નહી આપી છેતરપિંડી કરી હોવાનું ધ્યાને આવ્યું હતું.

સી.આઈ.ડી.ક્રાઇમ પોલીસમાં ગુના દાખલ થયા હતા
અને આ આરોપી સામે છેતરપિંડી બાબતે સુરતના ઉધના, તાપી જિલ્લાના સોનગઢ, ભરૂચ જિલ્લાના હાંસોટ તથા વડોદરા સી.આઈ.ડી.ક્રાઇમ પોલીસમાં ગુના દાખલ થયા હતા. આ વોન્ટેડ આરોપીઓની શોધખોળ દરમિયાન આરોપી પાંડેસરા વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે આરોપી અરૂણકુમાર સમચંદ્ર પંડા (ઉ.વ.50, રહે. પ્લોટ નંબર ૧૧૬ ઉમીયાનગર -૧ સોસાયટી બમરોલી રોડ પાંડેસરા તથા મુળ ગંજામ, ઓડિસા) ને ઝડપી પાડ્યો હતો.

ઊંચુ વ્યાજ આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું
આરોપીની પુછપરછ કરતા પોતે વર્ષ 2011 થી ઉધના બસ ડેપોની બાજુમાં આવેલી ‘ધી ઓસ્કાર ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી’ તરીકે શરૂ થયેલી કંપનીના ડાયરેક્ટર સાથે મળી કંપનીની ડાયરેક્ટર તરીકે કામ કરતો હતો. જેમા તેણે અન્ય સહ આરોપીઓ સાથે મળી સુરત શહેર તથા આસપાસના શહેરોમાં તથા તેની આસપાસના ગામડાના લોકોને ઊંચુ વ્યાજ આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતુ. જે કંપની વર્ષ 2015 માં બંધ થઇ જતા કંપની વિરૂધ્ધમાં અલગ અલગ જગ્યાએ ગુનાઓ દાખલ થયા હતા.

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણનું જણાવી 35 લાખની ઠગાઈ
સુરત: ક્રિપ્ટો કરન્સીમાં લાખો રૂપિયા નફો ગણતરીના દિવસમાં મળશે જણાવીને ટુકડે ટુકડે 35 લાખ લેનાર ચીટર દ્વારા તમામ રકમ ગજવે ઘાલી દેવામાં આવી હતી. આ મામલે વરાછા પોલીસમથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં ગૌરવ છોટુભાઇ સલાર દ્વારા કરવામાં આવી હતી. તેઓ પાસે નીશીથ કિરીટભાઇ જેઠવાએ ટુકડે ટુકડે 35 લાખ રૂપિયા લીધા હતા. તેમાં ક્રિપ્ટો કરન્સીના નામે આ નાણાં લેવામાં આવ્યાં હતાં. તેમને ગણતરીના દિવસોમાં મોટો નફો આપવાની વાત કરી આ રકમ નીશીથ જેઠવા (રહે.,નારાયણ એપાર્ટમેન્ટ, એ.કે.રોડ) દ્વારા લેવામાં આવી હતી. બાયનાન્સ નામની એપમાં આ નાણાં અને તેનો પાસવર્ડ ગૌરવ છોટુભાઇ સલારને ખાતું જોવા માટે આપ્યો હતો. દરમિયાન બાયનાન્સની સાઇટ ચેક કરતાં તેમાં નીશીથને આપેલાં નાણાં જમા કરવામાં આવ્યાં ન હતાં.

Most Popular

To Top