Dakshin Gujarat

આમોદના દેણવા ગામેથી 12 ફૂટ લાંબો મહાકાય મગર પકડાયો

ભરૂચ: આમોદના દેણવા ગામે પોલ્ટ્રી ફાર્મ (Poultry Farm) પાસે જાહેરમાં આવી ચઢેલા મગરને (Crocodile) જોઈ ગામલોકો ભયભીત બની ગયા હતા. જેથી દેણવા ગામના સરપંચે આમોદ વન વિભાગને જાણ કરતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (Range Forest Officer) રમેશ પરમારની સૂચના મુજબ વન વિભાગના ફોરેસ્ટર વી.બી.પંડ્યા તથા વન રક્ષક વીપીન પરમાર દેણવા ગામે પહોંચી ગયા હતા. જ્યાં દેણવા ગામના સરપંચ જશવંતભાઈ તથા ગામના આગેવાન મેલાભાઇ તેમજ ગામ લોકોના સહકારથી ભારે જહેમત બાદ મહાકાય ૧૨ ફૂટ જેટલા લાંબા મગરને રેસ્ક્યુ કરાયો હતો. મગરને આમોદ સામાજિક વનીકરણ રેન્જ ખાતે લાવ્યા બાદ મગરને તેના પ્રાકૃતિક વાતાવરણમાં છોડવાની વન વિભાગે તજવીજ હાથ ધરી છે.

  • પોલ્ટ્રી ફાર્મ પાસે જાહેરમાં આવી ચઢ્યો મગર
  • મગરને જોઈ ગામલોકો ભયભીત બની ગયા
  • મહાકાય ૧૨ ફૂટ જેટલા લાંબા મગરને રેસ્ક્યુ કરાયો

વાગરાના વેંગણીમાં ગેરકાયદે વૃક્ષછેદન મુદ્દે ગ્રામજનોનો સજ્જડ વિરોધ

ભરૂચ: વેંગણીના ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે પોતાના ગામમાં આવેલા મંદિર ટ્રસ્ટની જમીન પર કઠિતપણે ગેરકાયદે વૃક્ષછેદન કરવામાં આવતાં સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો.ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં વેંગણી ગામના મંદિર ટ્રસ્ટની જમીન પર વૃક્ષોનું ગેરકાયદે છેદન સામે ગ્રામજનોએ ભરૂચ કલેક્ટર કચેરીને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું કે, વેંગણી ગામમાં વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અને આ મંદિરની જમીન ટ્રસ્ટ મિલકતમાં આવેલી છે. આ ટ્રસ્ટ મિલકતમાં વૈજનાથ મહાદેવ મંદિરની ખુલ્લી જમીનમાં ગ્રામવાસીઓએ આશરે ૨ મહિનામાં ૫ લીમડા, ૧ જાંબુડો, ૩ આંબલી અને ૧ સરગવો મળી કુલ ૧૦ વૃક્ષ વાવ્યાં હતાં. કમનસીબે આ વૃક્ષોની ગ્રામજનો માવજત કરે એ પહેલાં જ ઘટાદાર વૃક્ષોને થડમાંથી કાપી ગેરકાયદે છેદન કર્યું હતું.

ફરિયાદ નોંધાવી છતાં વૃક્ષ કાપનારા સામે કોઈપણ પગલાં લેવાયાં નથી
વૃક્ષછેદન થતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી ઊઠ્યો છે. જો કે, વૃક્ષને કાપતું અટકાવવા માટે ગ્રામજનો જતાં કેટલાક માથાભારે ઇસમોએ ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે મામલે પોલીસમથકે ગ્રામજનોએ ફરિયાદ નોંધાવી છતાં વૃક્ષ કાપનારા સામે કોઈપણ પગલાં લેવાયાં નથી. જેથી ગ્રામજનોની એક જ માંગ છે કે, ગુનાહિત કૃત્ય કરનારા સામે તપાસ કરીને કડકમાં કડક સજા થઇ જોઈએ એવી આવેદનપત્ર દ્વારા માંગ કરી છે.

Most Popular

To Top