એક સમય એવો હતોજયારે ભારત વિશ્વમાં વૈદિક, આયુર્વેદિક, સંસ્કૃતિમાં અવ્વલ હતું. આજના 21મી સદીના યુગમાં જયારે વિકાસની દિશામાં દેશ ગતિ કરી રહયો છે ત્યારે પારંપરિક મૂલ્યનો સાથ છોડી પશ્ચિમી અનુસરણમાં પ્રદૂષણ વધારામાં વસ્તી વધારામાં ચિંતાજનક રીતે આપણા દેશનું સ્થાન વિશ્વમાં આગળ વધી રહયું છે.
કોઇપણ દેશની ઓળખ તેની પ્રજાના વ્વયહારોના પ્રતિબિંબની ઓળખ છે. ગુલામીના સમયમાં પ્રજા તે વખતના શાસનથી એટલી ત્રસ્ત હતી કે એક જૂથ થઇ સ્વતંત્રતા મેળવવામાં જેના હૃદયમાં પોતાની માતૃભૂમિ પ્રત્યે લગાવ હતો તેમણે પોતાનું લેહી રેડી ગુલામીની બેડીમાંથી મુકિત અપાવી અને આજની પેઢીને સ્વતંત્રતાના ફળ ચાખવાનો મોકો આપ્યો.
દેશના અર્થતંત્રને વેગ આપવા ઔદ્યોગિક વિકાસને પ્રાથમિકતા મળી. પ્રજાના જીવનધોરણમાં સુધારો આવ્યો. રહેણાંકોના વિસ્તારોમાં વધારો થતો ગયો. કામના સ્થળો અને રહેણાકના વિસ્તારોમાં અંતર હોવાના કારણે વાહનો વધતાં ગયાં.
આર્થિક અસમાનતા વધારે ન રહે તે માટે જે તે સમયની સરકારે ન્યુનતમ પગારધોરણ નક્કી કર્યા. અમૂક વર્ગ માટે નીતિઓ થકી આર્થિક લાભોની સગવડો ઉભી કરી. આ નીતિ અને વિકાસના જે નકારાત્મક પાસા છે તેના પરિણામ સ્વરૂપ વસ્તી વધારો અને પ્રદૂષણ વધારો (એક જ ઘરમાં વ્યકિત દીઠ એક વાહન, બીન જરૂરી વાહન પર અવરજવર, ઔદ્યોગિક એકમોની મનમાની અને અનિયંત્રિત રીતે કચરાનો નિકાલ) આ બે પ્રશ્નોએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
આ પ્રશ્નો એવા છે જેમાં કોઇ એક સરકાર આમાં કંઇ ન કરી શકે પરંતુ દેશની પ્રજાએ જ જેમ ગુલામીમાંથી મુકિત અપાવવામાં માટે એક જૂથ થઇને પ્રયત્નો કર્યા તેમ આ પ્રશ્નોના નિવારણ માટે પ્રજાએ જ શિસ્ત થકી પ્રયત્નો કરવા પડે. અન્યથા આવનારી પેઢી કોરોના સિવાય પણ બીજી કોઇ મહામારી જુએ તો નવાઇ નહીં!
સુરત – સીમા પરીયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.