Charchapatra

રાજકારણે સમાજીક સહઅસ્તિત્વનો ભોગ લીધો

અમેરિકાના જ્યોર્જ બુશે ક્યારેક કહ્યુ હતુ કે ‘માણસ થઈને સાથે કેમ જીવવુ તે શીખવુ હોય તો ભારત જાવ. ભારત એકૈય અને સહ અસ્તિત્વની ભૂમી છે’’વાતમાં તથ્ય છે ક્યારેક ભારતીય પ્રજા પછી કોઈ પણ સમાજ જાતિ કે ધર્મની હોય પરિસ્થિતિ કોઈ પણ હોય બહુધા સહઅસ્તિત્વથી જ જીવતી હતી પરંતુ વર્તમાનમાં રાજકારણે પ્રજાને એવી રવાડે ચઢાવી છે કે પ્રજામાં રહેલું એકત્વ તૂટતુ જ જાય છે. સહનશીલતા પણ ખૂટતી જાય છે. પરીણામ દરેક સમાજ જાતિ-ધર્મ વચ્ચેનું સહઅસ્તિત્વ જોખમાતુ જાય છે. કેટલાંક અલગ રાષ્ટ્રની માંગ સુધી પહોંચી ચૂક્યા છે તે જ ખરેખર તો અખંડ ભારત માટે ખતરો બનતુ જાય છે. એટલુ જ નહીં પ્રજા પ્રજા વચ્ચે પણ ઐક્ય તૂટી રહ્યુ છે. રાજકારણ નિજી સ્વાર્થ કાજે કંઈ પણ કરે ઉપરોક્ત બાબતે સૌથી વધુ વિચારવાનુ તો પ્રજાને પક્ષે આવે છે માટે પ્રજાએ સવેળા જાગૃત થવુ ઘટે અને પ્રજામાં રહેલ એકત્વ અને સહઅસ્તિત્વની ભાવના તરફ કોઈ કંઈ પણ કહે પાછા વળવુ રહ્યુ.
નવસારી     – ગુણવંત જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top