Charchapatra

મોત પર રાજકારણ… આપણે જ સંભાળવું પડશે

આ એક મહામારી છે, છતાં પક્ષ અને વિપક્ષ બન્ને એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરે છે. બન્ને જાણે છે, જેટલું હશે એટલું જ થશે. વધુ કરવું હશે તો વધુ મહેનત જ કરવી પડશે, નહી કે આરોપ, એક પણ પક્ષનો એક પણ રાજકારણી કંઈ પણ કહ્યા વગર માત્ર લોકોની તકલીફ માટે જ ખડે પગે કામ કરે છે? અપવાદ તો ઘણા બધાંમાં હોય જ, શું આરોપ પ્રત્યારોપથી તકલીફ દૂર થઇ જશે? પ્રજા તો બધું જ સમજે છે, પણ મજબૂર છે અને આવું સાંભળીને કંઈ જ નથી કરતી. માત્ર આરોપ કરવા કરતાં એનો ઉકેલ કઈ રીતે થાય તેવું કેમ નથી થતું? આટલી મોટી મહામારીનો ઉકેલ આરોપોથી નથી આવવાનો એવી સમજણ બધાંમાં જ છે, વેકસીન કેમ નથી આવતી એવું કહેવા કરતાં કઇ રીતે વધુ લાવી શકાય તેની ચર્ચા હોવી જોઈએ.

આ મહામારીમાં બધું જ ખૂટવાનું, આની નોંધ લેશો તો કદાચ મહાભારત કરતાં પણ વધુ બોલાશે અને લખાશે. ટેલિવિઝન કે અખબારો ખોલતાં જ પ્રત્યારોપ જોવા મળે, આ તે કેવું? આપણે આપણા રાજકારણીઓને હાથ જોડીને કહીએ કે આરોપો બંધ કરો અને લોકોનો જાન બચાવવા વધુ ને વધુ સમય આપો. દરેકે ભગવાનને જવાબ આપવાનો છે, જો આ ડર જ ન હોય તો “ આપણે જ સંભાળવું પડશે…” ભગવાન ભોળી પ્રજાની રક્ષા કરે, અહીં તો મોત પર પણ રાજકારણ ચાલે છે. આ એક ચિંતિત મનનો ગુસ્સો છે. આની કોઇ અસર થશે કે નહીં એની ખબર નથી.
સુરત- જિજ્ઞેશબક્ષી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top