જ્યારથી સોશિયલ મીડિયા નો વ્યાપ વધ્યો ત્યારથી દેશની દરેક સમસ્યાઓ વિશે જુદા જુદા પ્લેટફોર્મ ઉપરથી ચર્ચા થતી રહે છે. લોકશાહીના અગત્યના પાયા તરીકે ચૂંટણી એક અગત્યનું માધ્યમ છે, અને તે માટે બંધારણીય જોગવાય મુજબનોંધાયેલા રાજકીય પક્ષકે સ્વતંત્ર રીતે કોઈપણ વ્યક્તિ ચૂંટણીમાં ભાગ લઇ શકે. દેશ આઝાદ બાદ1951મા યોજાયેલ પ્રથમ સંસદીય ચૂંટણી સમયે મતદારો તેમજ રાજકીય પક્ષ ની સંખ્યા ખૂબ જ જૂજ હતી શિક્ષણ નુ પ્રમાણ અને રાજકારણમાં પ્રવેશનારા ઓછા છતા સેવા કરવાની ભાવના વાળા, રાજકારણમાંથી કંઈક મેળવવાની આશા નહીવત. 90ના દાયકાની શરૂઆતથી મતદારો અને રાજકીય પક્ષ ની સંખ્યામાં વધારો, રાજકારણમાં પ્રવેશ બાદ ચૂંટણીમાં ઉભા રહેવા માટેની સ્પર્ધા, ટિકિટ ન મળતા પક્ષ ને તિલજલી આપી નવા પક્ષ ની રચના લોકશાહી ટકાવી રાખવા ચૂંટણી અગત્યનું પરિબળ કહેવાય.
21મી સદીની શરૂઆત થી શિક્ષણમાં રાજકારણ એટલેકે શિક્ષણ સંસ્થા માં રાજકીય રીતે સક્રિય હોય તેવી વ્યક્તિઓનો નિમણુંક નો દોર શરૂ થયો જોકે આમા શિક્ષણઃશાસ્ત્રીઓ નો સમાવેશ થાય પણ શિક્ષણ ના નિર્ણયો રાજકીય રીતે લેવાતા હોય તેમાં શિક્ષણ શાસ્ત્રી નો જોઇએ તેવો પ્રભાવ ન હોવાનું, શિક્ષણ વિશેના લેવામાં આવતા નિર્ણયો પરથી જાણી શકાય છે. હવે શિક્ષણ નુ પ્રમાણ તો વધ્યું છે એટલે, જે તે રાજકીય પાર્ટી એવો નિયમ કરે કે ઉમેદવારી કરનાર સ્નાતક હોવો જોઇએ, આમ તો બંધારણ માંતેમજ લોકપ્રતિનિધિત્વ ધારામાં ચૂંટણીમાં ઉમેદવારી કરનારની શેક્ષણિક લાયકાતનો કોઈ ઉલ્લેખ નથી. તેમ છતા રાજકારણમાં શિક્ષણ હોવુ જોઇએએવુ તો દરેક નો અભિપ્રાય હોય છે હવે ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે દરેક રાજકીય પાર્ટી આ બાબતે વિચારવુ જોઇએ. એકવાર ઉમેદવારની પસંદગી થાય અને ચૂંટાય જાય પછી બોલવાનો કોઈ અર્થ રહેતો નથી. તેમ છતા મૂળ હેતુ તો ઉચ્ચ શિક્ષણ પામેલા લોકશાહી પ્રથામાં દાખલ થાય તો આખરે તો દેશ ના હીત માં જ છે.
સુરત – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.