Charchapatra

‘આપ’થી બદલાઈ રહેલું રાજકારણ

લોકચાહના કે પ્રજામત મેળવવો હોય તો પ્રજાની નાડ પારખતા ચાણકયનીતિ અપનાવવી જોઇએ. કેજરીવાલે મફત પાણી અને વીજળી આપી (જેમ માછલી પકડવા ગલ નાંખીએ તેમ) આવો જ કનસેપ્ટ લકઝમબર્ગે અપનાવ્યા. ફકત મોહલા પ્રવાસીઓને અનલિમિટેડ વિના મૂલ્યે બસ પ્રવાસની લોભામણી લાલચની જાળ પાથરી. મકસદ માત્ર એટલો જ કે આગામી ચૂંટણી નજીક આવી રહી છે. બિનસંગઠિત સ્ત્રી વર્ગોના મતો મેળવવાની આ એક ચાલ છે. હાલમાં જો કે આમ આદમી પાર્ટીના મગમાં પગ ફૂટયા છે. લોકોની મફત મેળવવાની લાલસામાં પક્ષ પલટાની રમત શરૂ થઇ રહી છે. આમ જોઇએ બળતામાં ઘી હોમાયું હોય તો પેટ્રોલના ડીઝલના ભડકે બળતા ભાવો સામાન્ય કોમોડીટીના વધતા ભાવથી પ્રજા દાઝી ગઇ છે. આ જ અણધારી તકનો લાભ લેવા આમ આદમીના ઉમેદવારો ઘરે ઘરે લોકલાગણીને શાસક પક્ષ વિરુધ્ધ ભડકાવી રહી છે. સુરત     – મીનાક્ષી શાહ    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top