નવી દિલ્હી: કોરોના (Corona) કાળમાં ગરીબો માટે ભગવાનનું સ્વરુપ બનેલા સોનુ સૂદે એક ખુલાસો કર્યો છે જેને સાંભળીને તમામ અચંબામાં મૂકાયા છે. રીલ લાઈફમાં વિલનનો રોલ કરનારા અસલમાં હીરોની ભૂમિકા નિભાવે છે. લોકોની મદદ કરવા માટે તેઓ હંમેશા તત્પર રહે છે. જેનાં કારણે ધણીવાર અફવાઓ ફેલાતી રહી છે કે તેઓ પોલિટિકસમાં (Politics) એન્ટ્રી લેશે.
અભિનેતાએ આ અફવાઓ વચ્ચે પોતાનો અવાજ કાઢયો છે અને જણાવ્યું છે કે તેઓને પોલિટિકસમાં કોઈ ઈન્ટ્રસ્ટ નથી. સોનુ સૂદે જણાવ્યું છે કે મને ધણીવાર રાજયસભામાં સાંસદ બનવા માટે ઓફર આવી છે. ધણા મોટા પદ માટે પણ મને ઓફર આપવામાં આવી છે. ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના પદ માટે પણ મને ઓફર કરવામાં આવી છે પણ હું એ તમામ પદને સ્વીકારવાની ના પાડી દીધી છે. આ તમામ વસ્તુઓમાં મને કોઈ ઈન્ટ્રસ્ટ નથી. તેઓએ વધુમાં કહ્યું કે હું પોતે મારા પોતાના નિયમો બનાવવા માંગુ છું કારણકે હું કયારેય પણ કોઈના બનાવેલા રસ્તાઓ પર ચાલતો નથી.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે દબંગમાં છેદી સિંહનું પાત્ર ભજવવા માટે પણ તેઓએ પહેલા ના જ પાડી દીધી હતી કારણ કે તેઓએ કહ્યું હતું કે આ પાત્ર તેઓના કિરદાર સાથે મેચ નથી થતું પણ પછીથી તેઓની ના સાંભળીને તેઓના પાત્રને થોડું સરળ કરવામાં આવ્યું હતું જેના કારણે તેઓએ પછી આ રોલ કરવા માટે હા પાડી હતી. સોનુ સૂદના કામની વાત કરીએ તો તેઓ હવે ફતેહમાં જોવા મળશે. તેઓ સમ્રાટ પૃથ્વીરાજમાં જોવા મળ્યા હતા જો કે ફેન્સને આ ફિલ્મ પસંદ આવી ન હતી.
કોરોનાના સમયગાળા દરમિયાન સોનુ સૂદે લોકોની એટલી મદદ કરી કે તેઓ ગરીબોના મસીહા બની ગયા હતા. તેમણે અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના ઘરે પહોંચવામાં મદદ કરી એટલું જ નહીં, જરૂરિયાતમંદોને જમવાનું વિતરણ પણ કર્યું હતું. ત્યારથી લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે સોનુ સૂદ બહુ જલ્દી રાજકારણમાં આવી શકે છે. જો કે આ અટકળોનો હવે અંત આવ્યો છે.