વડોદરા: શહેરના જેતલપુર રોડ પર આવેલા શ્રીજી એવન્યુમાં માર્કોનિસ ઇન્સ્ટિટયૂટના નામે બે ડાયરેકટરો કરોડોનું ફુલેકુ ફેરવીને વિદેશ ભાગી ગયા છે. ઠગ ટોળકી વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકમાં 2017માં કરોડોની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. રાજકીય વગ ધરાવતા આરોપીઓની તપાસ બાબતે આજ સુધી પોલીસના હાથ પણ ટૂંકા પડ્યા છે. કબૂતરબાજીની માયાજાળ સંકેલીને ઠગ દંપતીને જય રણછોડથી ઓળખાતા રાજકારણીએ વિદેશ ઉડાવવામાં મદદ કરી હતી. શહેરમાં ઘણા વર્ષોથી વડોદરાના વિવિધ પોલીસ સ્ટેશનમાં બોગસ ડિગ્રી દસ્તાવેજના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ ચાલે છે.
જેતલપુર રોડ ઉપર આવેલ સંપતરાવ કોલોની નજીક શ્રીજી એવનન્યુમાં પાંચ વર્ષ પૂર્વે માર્કોનીસ ઇન્સ્ટિટ્યૂટ નામે નોકરી વાછુંકોને તથા વિદ્યાર્થીને આઇએલટીએસ, ટોફેલ, સ્ટુડન્ટ વિઝા અને પીઆર અપાવીને વિદેશમાં મોકલવાનુ અત્યંત વ્યવસ્થિત કૌભાંડ ચાલતું હતું સંસ્થાના ડાયરેક્ટર શૈલેષ પટેલ અને તેની પત્ની નેહા પટેલ સાથે કરોડો રૂપિયાના મદદગારી કરનાર જય રણછોડ પણ કબૂતરબાજીમાં સામેલ હતા. સેંકડો લોકોને વિદેશ મોકલવાના બહાને કરોડો રૂપિયા ખંખેર્યા બાદ સંસ્થાને રાતોરાત તાળાં લાગી ગયાં હતા જેના પગલે મોઢે માગ્યા રૂપિયા આપનાર અન્ય મજબૂર લોકોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો. 43 લાખ રૂપિયાની છેતરપિંડી અને કબુતર બાજીની ફરિયાદ નવેમ્બર-2017માં ગોત્રી પોલીસ મથકે પણ નોંધાઈ હતી. વડોદરા અને વિદ્યાનગરની બે ઓફિસોમાં વિદેશ જવા માટે સંપર્ક કરનાર સેંકડો લોકોએ દિવસો સુધી ધક્કા ખાધા હતા ત્યારે કૌંભાંડ ઉજાગર થયું હતું.
જોકે કરોડોનું ફુલેકું ફેરવનાર ઠગ દંપતી શૈલેષ અને નેહા રાતોરાત બિસ્તરા પોટલા બાંધીને અમેરિકાના પેન્સિલવેનિયા શહેરમાં ફરાર થઈ ગયા હતા. બીજી તરફ પોલીસે ગોકળગાયની ગતિએ તપાસ હાથ ધરતા રાજકીય પીઠબળ ધરાવતા જય રણછોડની પણ સંડોવણી હોવાનુ સપાટી પર આવ્યું હતું. એવું સાંભળવા મળ્યું હતું કે ઠગ આરોપીઓને ગાંધીનગરના ભૂતપૂર્વ મુખ્યમંત્રીના પુત્ર સાથે સીધો સંપર્ક હોવાથી સમગ્ર કૌભાંડ ઉપર ઠંડું પાણી રેડી આવ્યું હતું. આજ સુધીમાં માર્કોનીસ કૌંભાંડ અંગે તળિયા થી નળિયા સુધી ખરેખર શું થયું તે અંગે પોલીસ તંત્રે ક્યારેય પ્રકાશ ના પાડતા ચૂપકીદી સેવી લીધી છે.
એક કાઉન્સિલરની કારકિર્દીની શરૂઆત કરનાર જય રણછોડને કદાવર નેતાઓનું પીઠબળ મળતા જ કરોડોના ફૂલેકામાં આજ સુધીમા ઉણી આંચ નથી આવી. તે તો ઠીક છે પરંતુ ફરાર થઈ જનાર એક દંપતી પણ શું કાનૂની કાર્યવાહી થઈ એ વિશે આજે પણ ભોગ બનનારને ન્યાય નથી મળ્યો. જય રણછોડની પાટનગર સુધીની રાજકીય લાગવગ અને નાણાના જોરે તેના અનેક કૌભાંડો આજ સુધી ભ્રષ્ટતંત્રએ દબાવી જ રાખ્યા છે.આજરોજ સુધી બે આરોપીને પોલીસ પકડી શકી નથી. જેતે સમયે ફરાર થવામાં અને નહી પકડવા કદાવર નેતા જય રણછોડનું પીઢબળ છે. જેતે સમયે ગોત્રી પોલીસ પાસે તમામ વિગતો હોવા છતાં પણ કાર્યવાહી કરી ન હતી. બેંકોના રૂપિયા બાકી છે તેવો પણ આજરોજ સુધી પોલીસ ફરિયાદ કરી નથી. અંગેના તમામ વિગતવાર અહેવાલ પોલીસ તંત્ર દ્વારા જાણકારી મેળવીને પ્રજા સમક્ષ કૌભાંડને ઉઘાડું પડાશે.
ઠગ દંપતી અને મળતીયાઓએ નોકરી વાચ્છુઓ અને બેંકોને નવડાવ્યા
તારીખ ૧૯/૨/૨૦૦૯મા અમદાવાદમાં રજીસ્ટર થયેલી માર્કોનીસ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ જે તે અરસામાં 4.14 કરોડનું ફૂલેકું ફેરવ્યું હોવાની જાણકારી સૂત્રો દ્વારા મળી હતી. ગોત્રી ઉપરાંત અનેક પોલીસ મથકોમાં ભેજાબાજો વિરુદ્ધ ગુનો નોંધાયો હોવા છતાં પોલીસ તંત્રના પેટનું પાણી આજે પણ હાલતું નથી. ઠગ ટોળકીનો ભોગ ફક્ત વિદ્યાર્થીઓને નોકરી વાંચ્છુકો જ નથી બન્યા. બેંક મેનેજર સાથે મજબૂત સહકાર કેળવીને કરોડોનો ચૂનો એમને પણ ચોપડેલો જ છે. જેમાં (૧) તારીખ ૩૧/૦૭/૨૦૧૩ના રોજ વિજયા બેંક માં 1.15 કરોડની લૉન (૨) એચડીએફસીa 34.20 લાખ રૂપિયા (૩) ઇન્ડિયા ઇન્ફો લાઇન હાઉસીંગ ફાઇનાન્સ લિમિટેડ મા 1.10 કરોડની લોન (૪) તારીખ ૨/૮/૨૦૧૩માં વિજયા બેંકમાંથી 60 લાખ લીધા બાદ તારીખ ૧૨/૯/૨૦૧૪ના રોજ 15 લાખની લોન (૫) તારીખ ૩૦/૧૨/૨૦૧૫ના બેન્ક ઓફ બરોડામાંથી 80 લાખના લોનનો મુદ્દો આજે પણ ચર્ચા ના ચગડોળે ચડેલો જ છે.
સ્વપ્ન ચકનાચુર
માર્કોનીસ ઇન્સ્ટિટ્યૂટની લોભામણી જાહેરાતો વાચીને પીઆર માટે દોડી ગયેલા આશિષ શુકલના 9 લાખ ખખેરી લીધાં હતાં ત્રણ વર્ષ સુધી સતત ધક્કા ખવડાવ્યા બાદ કોણીએ ગોળ ચોપડવામાં માહેર ગઠિયાએએ વધુ નાણાં પડાવવા યુએસએનું પ્રલોભન આપ્યું હતું પરંતુ વિશ્વાસઘાતનો ભોગ બનનાર આશિષનું સ્વપ્ન ભાંગીને ચકના ચુર થઈ ચૂક્યું હતું.
રાજકીય પીઠબળ દ્વારા વિદેશ ભગાવાયા
જય રણછોડ ગ્રાહકોને મોકલવા બેંકમાં બેલેન્સ બતાવવું કોઇ કંપનીમાં નોકરી કરે છે તેવું બતાવવું તે મજબુત રાખવા નેહા અને શૈલેષ પટેલે જય રણછોડને સાથે રાખ્યા હતા. આ ધંધામાં ફાવટ આવી જતા આરોપી ફરાર થઇ ગયા હતા. 18,નવેમ્બર,2011ના રોજ કલ્પેશ પટેલ, ભૂપેન્દ્ર પટેલનાઓએ આઇટીઇપી એજ્યુકેશન ઇન્ડિયા એલએલપી કંપની ખોલી હતી. આ કંપની શ્રીજી અવેન્યુ 11,સંપતરાવ ખાતે ખોલી હતી. તા.23,જુલાઇ,2016ના રોજ બેઝિક નેટર પાર્ટનર તરીકે જોડાયાં હતા. સીધી કે આડકતરી રીતે આ કૌભાંડમાં તેઓ મદદગારીમાં છે. નેહા અને શૈલેષ પટેલે કબુતરબાજીમાં વિદ્યાર્થીઓને પુરાવ્યા હતા. જ્યારે જયરણછોડે આ બે ડાયરેકટરોને વિદેશ ઉડાયા હતા અને પોલીસ જોતી રહી ગઇ હતી.