ડભોઇ: ડભોઈ પંથકમાં ચૂંટણીનો દોર શરૂ થઈ ગયો છે. આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. ત્યારે ડભોઈ નગરમાં ૩૬ બેઠકો ઉપર વિજય મેળવવા માટે ઉમેદવારો મતદારોને રિઝવા એડી ચોટીનું જોર લગાડવા તૈયાર છે.
તેવામાં ડભોઈ નગરના કેટલાક વિસ્તારોમાં વિકાસના કામો થયા ન હોય રહીશોમાં ભારો ભાર આક્રોશ ફેલાયો છે. વોર્ડ ૧ થી ૯ માં અનેક વિસ્તારોમાં વિકાસના કામો, પાણીની સમસ્યા, રોડ રસ્તા, સહિત ડ્રેનેજની સમસ્યાથી ઝઝુમી રહેલા રહીશો ચૂંટણી આવતા ઉમેદવારો વોટ માંગવા આવતા હોય નું માની રહ્યા છે.
ત્યારે ડભોઈ નગરના ભાજપ કાર્યાલયની બાજુમાં જ આવેલ સરમનપાર્ક સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિસ્કાર કરવાનો નિર્ણય લઈ સોસાયટી બહાર ઉમેદવારોએ મત માંગવા આવું નહીં નું બોર્ડ લગાવી દેતા રાજકારણ માં ફફડાટ ફેલાઈ ગયો હતો. ગતરાત્રીના રોજ ભાજપના પેનલના ઉમેદવારો આ સોસાયટીના રહીશો સાથે વાટાઘાટો કરી વિશ્વાસમાં લઇ તેઓએ લગાવેલા બોર્ડ ઉતારી દેવામાં આવ્યા હતા. અને સોસાયટીમાં ચૂંટણીલક્ષી વિરોધનો જોમ જુસ્સો તુટી જવા પામ્યો હતો.
પરંતુ જોઈએ તો અસલ યોદ્ધાઓ તો જ્યારે મ્યાનમાંથી તલવાર બહાર કાઢે ત્યારે જ્યાં સુધી પોતાનું લક્ષ્ય સર ન થાય ત્યાં સુધી તે તલવારને મ્યાનમાં પાછી મૂકતો નથી. આવા વિશ્વાસ તો દરેક ચૂંટણીઓમાં દરેક ઉમેદવારો આપતા આવ્યા છે અને એ ક્યારે પૂર્ણ થશે એનું કોઈ પૂર્ણવિરામ હોતું નથી. ડભોઇ -દર્ભાવતિમાં આ સમરનપાર્ક સોસાયટીમાં લગાવેલા બોર્ડ નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
અને માત્ર જો આવા બોર્ડ લગાવવાથી રાજકારણમાં ગરમાવો આવતો હોય તો સમગ્ર ચૂંટણી ના સમયમાં જો આ બોર્ડને ઉતારવામાં ન આવે અને બોર્ડ ઉપર લખેલા સુત્રો પ્રમાણે વર્તવામાં આવે તો એ પણ કહી શકાય કે ચોક્કસ રાજકારણીઓએ આપેલા વચનો હંમેશા પૂર્ણ જ કરશે.
પરંતુ સમરનપાર્ક સોસાયટીમાં રહીશો દ્વારા ભાજપના ઉમેદવારો સાથે જે વાર્તાલાપ થયો છે તે વાર્તાલાપે વિશ્વાસમાં લઇ તેઓએ ભાજપને ટેકો જાહેર કર્યો છે હવે વચનો આ ભાજપના ઉમેદવારો જીત્યા પછી શું પુરા કરશે ?