ભરૂચ: ચાર દિવસ પહેલાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રો-મટિરિયલ્સ ચોરી કરીને ઝડપાયેલા સૂત્રધાર સામે તેની સામે તેના સાસરિયાએ પત્નીને (Wife) મારઝૂડ કરીને માનસિક ત્રાસ આપવા મામલે ત્રણ અલગ અલગ FIR દાખલ કરાઈ હતી. જો કે, સૂત્રધાર સઈદ પટેલ અગાઉ પણ નવસારીમાં (Navsari) ખંડણીના ગુનામાં પોલીસે (Police) પકડાયો હતો.
મનુબરની રહેમતપાર્ક સોસાયટીની ૨૭ વર્ષની અફવાના સાથે કંથારિયાના સઈદ ઉર્ફે ભૂરો મુસ્તાક પટેલ સાથે પ્રેમસંબંધ હોવાથી સને-૨૦૧૬માં મુસ્લિમ શરીયત મુજબ નિકાહ કર્યા હતા. સઈદ પટેલ કોઈ કામધંધો કરતો ન હતો. ૨૦૧૭માં સઈદ પટેલે નવસારીમાં ખંડણી માંગવાના ગુનામાં પોલીસે પકડ્યો હતો. ત્યારબાદ પણ સઈદ પટેલ સામે ચોરી-લૂંટના ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. તેની પત્ની અફવાનાએ આવી ગુનાહિત પ્રવૃત્તિ બંધ કરવા સમજાવ્યો હતો. છતાં તેનો ધરાર ઇનકાર કરી પત્નીને મારઝૂડ કરતો હતો. સઇદ પટેલ ઘરમાં પત્નીને વાપરવા અને છોકરીને દવાના પૈસા આપતો ન હતો. તા.૨૭મી ફેબ્રુઆરીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો રો-મટિરિયલ્સ ચોરીના ગુનામાં સઈદ પટેલ પોલીસના હાથે આબાદ ઝડપાઈ ગયો હતો. સઈદ પટેલ જામીનમુક્ત થયા બાદ પત્નીએ કહ્યું કે “તમે હવે ચોરીનો ધંધો બંધ કરી દો. અમે કંટાળી ગયા છીએ.” આથી સઈદ પટેલે પત્ની સાથે મારઝૂડ કરી હતી. મારઝૂડથી કંટાળીને અફવાનાના તેના પિતાના ઘરે જતી રહી હતી. પત્ની અફવાના, સાસરી પક્ષના સસરા અબ્દુલ ચોકસી અને સાળી આશિયાનાએ ભરૂચ બી-ડિવિઝનમાં પત્નીને મારઝૂડ, માનસિક ત્રાસ અને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં અલગ અલગ ત્રણ FIR દાખલ કરી હતી.