SURAT

દિકરીએ રડતા રડતા પોતાની માતાને કહ્યું – ‘મમ્મી મારા ટ્યુશનના સર બદલી નાંખ’

સુરત : શહેરના ખટોદરા પોલીસની (Police) હદમાં આવેલા ભટાર વિસ્તારમાં શિક્ષક (Teacher) જગત માટે લાંછનરૂપ ઘટના બની હતી. એક બાજુ 15 ઓગસ્ટે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી હતી ત્યાં બીજી બાજુ ઘરે ભણાવવા માટે આવતા વિધર્મી શિક્ષકે ધોરણ 9 ની વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભટાર વિસ્તારમાં રહેતા બેંક કર્મચારીની દિકરી ધોરણ 9 માં અભ્યાસ કરે છે. મો.આસિફ ઓ. સમીમ સરસવાલા બેંક કર્મીના ઘરે જઈને તેમની દીકરી અને દીકરાને મેથ્સ, સાયન્સ, ઈગ્લીંશ તેમજ સોશિયલ સાયન્સના વિષયનો અભ્યાસ કરાવવા માટે જતો હતો. ગત 15 ઓગસ્ટે મો. આસીફ જે વિદ્યાર્થીને ટ્યુશન કરાવવા માટે જતો હતો તે વિદ્યાર્થી તેના મામાના ઘરે ગયો હતો. જેથી વિદ્યાર્થીની માતાએ તેને તેની 14 વર્ષીય દીકરીને ભણાવવાનું કહી બીજા રૂમમાં સાફ સફાઈના કામમાં લાગી ગયા હતા.

બપોરના બારેક વાગ્યે ટ્યુશન પુરૂ કરી આ શિક્ષક જતો રહ્યો હતો. બાદમાં દિકરીએ તેની માતા પાસે જઈને રડતા રડતા મમ્મી મારા ટ્યુશનના સર બદલી, નાખ તેવું કહ્યું હતું. જેથી દિકરીને માતાએ શુ થયું તે અંગે પુછ્યું હતું. ત્યારે આ લંપટ શિક્ષકે ભણાવતા ભણાવતા વિદ્યાર્થિનેના જાંધના ભાગે, ત્યારબાદ પીઠના ભાગે હાથ ફેરવી છાતી તરફ હાથ લગાવવા પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીએ હાથ ખસાડી દીધો હતો. બાદમાં શિક્ષકે જતા જતા ‘આજે મને ઘરે જવાનું મન થતુ નથી’ અને દરવાજા પાસે જતા જતા વિદ્યાર્થિનીને સાઇડ હગ કરી ‘આઇ લવ યુ’ કહ્યું હતું. જેથી છોકરીની માતાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં વિધર્મી શિક્ષકની સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લંપટ શિક્ષકની અટકાયત કરી વધારે તપાસ હાથ ધરી છે. આ શિક્ષક પીપલોદ ખાતે આવેલી આર્મી સ્કુલમાં પણ શિક્ષક તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.

સ્કૂલ બંધ હોવાનો લાભ ઉઠાવી ચાલકે સાત વર્ષની બાળાની રિક્ષામાં જ છેડતી કરી
સુરત : 15મી ઓગષ્ટ સહિત એક સાથે ત્રણ રજા આવ્યા બાદ લિંબાયતમાં રહેતી 7 વર્ષિય બાળકીને તેના પિતાએ સ્કૂલ શરૂ હોવાનો વહેમ રાખીને સ્કૂલે મોકલાવી હતી, પરંતુ સ્કૂલમાં પતેતીની રજા હોવાથી રિક્ષાચાલક યુવકે ગેરલાભ ઉઠાવીને બાળકીને ઝાડી-ઝાંખરા વિસ્તારમાં લઇ જઇને રિક્ષામાં સાઇડના પડદા નાંખી દઇને રિક્ષામાં જ છેડતી કરી હતી. બાળકીએ ઘરે આવ્યા બાદ માતા-પિતાને જાણ કરતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયતમાં રહેતા મધ્યમવર્ગીય પરીવારની 7 વર્ષિય પુત્રી નામે કાજલ (નામ બદલ્યુ છે) લિંબાયતમાં જ આવેલી એક શાળામાં ધો.3માં અભ્યાસ કરે છે. બાળકીને લાવવા-મુકવા માટે તેના પરિવારે લિંબાયત મહાદેવ નગરમાં રહેતો મહેશ વાતુજી ખડગીને રાખ્યો હતો. તા.13, 14 અને 15મી ઓગષ્ટની એક સાથે ત્રણ રજા આવ્યા બાદ તા. 16મી ઓગષ્ટે સ્કૂલ શરૂ હોવાનો વહેમ રાખીને કાજલના પિતાએ રિક્ષાચાલક મહેશને ફોન કરીને કાજલને સ્કૂલે લઇ જવા માટે કહ્યું હતું. રિક્ષાચાલક મહેશ કાજલને સ્કૂલે લઇ ગયો હતો, પરંતુ ત્યાં પતેતીની રજા હોવાથી સ્કૂલ બંધ હતી.

આ દરમિયાન મહેશની દાનત બગડી હતી અને તે કાજલને ઘરે લઇ જવાના બદલે લિંબાયતની નીલગીરી સર્કલથી થોડે દૂર ઝાંડી-ઝાંખરા વિસ્તારમાં લઇ ગયો હતો. એકલવાયા વિસ્તારમાં રિક્ષા પાર્ક કરીને રિક્ષાની આજુબાજુના બે પડદા પાડી દીધા બાદ મહેશે કાજલના કપડા કાઢીને છેડતી કરી હતી. આ ઉપરાંત જો કોઇને કહેશે તો મારી નાંખવાની ધમકી પણ આપી હતી. ગભરાયેલી કાજલે ઘરે આવ્યા બાદ સૌપ્રથમ માતાને જાણ કરી હતી અને રાત્રે પિતાને જાણ કરી હતી. આ મામલે સગા-સંબંધીઓની પાસેથી માહિતી લઇને રિક્ષાચાલક મહેશની સામે લિંબાયત પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. લિંબાયત પીઆઇ વી.એ. જોગરાણાએ આરોપી મહેશ ખડગીની સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.

Most Popular

To Top