સાવલી: વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ના ગામમોમાં સાવલી પોલીસ તંત્ર એ કરી કાર્યવાહી.બોટાદજિલ્લા ના બરવાળા લઠ્ઠાકાંડ બાદ સાવલી પોલીસએ બુટલેગરોની ઊંઘ કરી હરામ કરી નાખી. સાવલીમાં પરથમપુરા ગામે પોતાના સગાને ત્યાં ઓટલા ઉપર બેસેલ જટુભા લાલુભા રાઠોડ જે લઠ્ઠાકાંડનો આરોપી સાવલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. બોટાદ પોલીસને સોંપવામાં આવ્યો ત્યારબાદ સાવલી પોલીસ દ્વારા સાવલી તાલુકાના અનેક ગામોમાં જઈ દેશી દારૂની હાટડીયો ને નાબૂદ કરી હતી.
દેશી દારૂના વોશ તથા દારૂ ભરેલા પીપળા તથા દેશી દારૂની ભઠ્ઠીઓને તોડી પાડીને ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવ્યો હતો. અલગ અલગ કુલ 11 ગામોમાંથી દેશી તથા વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં ગોઠડા, ગાંડીયાપુરા, રસાવાડી, રસુલપુર, સાવલી ટાઉન, ગરધીયા, જુના સમલાયા, આદલવાડા, કરચીયા. અલીન્દ્રા, મણીનગરી સહીતના ગામોમાં રેડ પાડતા 665 લીટર વોશ તથા 110 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. વિદેશી દારૂની 11 બોટલો પણ બુટલેગરોના ઘરોમાંથી મળી આવી. અંદાજે 20 આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ આરોપીઓમાં વધુ પડતી મહિલા આરોપીઓનો સમાવેશ થાય છે.