નવી દિલ્હી: ઉમેશ પાલ (Umesh Pal) હત્યાનો (Murder) આરોપી અતીક અહેમદને નૈની જેલમાં લઈ જવામાં આવ્યો છે. આ સાથે પોલીસે (Police) અતીક સાથે જોડાયેલી 15 જગ્યાઓ પર દરોડા (Raid) પાડ્યા હતા જેમાંથી પોલીસને 75 લાખ રુપિયા કેશ તેમજ વિદેશી રુપિયા પણ મળી આવ્યાં હતા. આ ઉપરાંત 200 બેંક એકાઉન્ટ સંબંધિત દસ્તાવેજો તેમજ લોકો પાસેથી જબરદસ્તીથી વસૂલી કરેલી રકમ પણ મળી આવી હતી. જમીન હડપ અને અન્ય ગુનાહિત પ્રવૃતિઓમાંથી એકઠા કરાયેલા ગેરકાયદેસર નાણાં તેમજ 50 શેલ કંપનીઓને પણ જપ્ત કરવામાં આવી છે. જણાવી દઈએ કે પોલીસે જયાં દરોડા પાડયા હતા તે પ્રાયગરાજમાં જ આવી છે.
દરોડા પાડતા પોલીસને તેના નજીકના સંબંઘિઓના નામ પર 100 કરતા પણ વધારે કંપનીઓના દસ્તાવેજો મળી આવ્યાં હતા. આ સાથે પોલીસને 50 કરોડ કરતા પણ વધારે લેવડ દેવડની જાણકારી પણ સામે આવી છે. ધમકી આપીને લોકો પાસેથી હડપેલી જમીનના દસ્તાવેજો પણ પોલીસને મળી આવ્યાં હતાં.
ઉમેશ પાલ હત્યા કેસ અંગે સ્પષ્ટતા આપી હતી
સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવતાં અતીક અહેમદે રાજસ્થાનના બુંદીમાં મીડિયા સાથે વાત પણ કરી હતી. આ દરમિયાન અતીક અહેમદે ઉમેશ પાલ મર્ડર કેસને લઈને ખુલાસો પણ કર્યો છે. દરમિયાન, જ્યારે અતીક અહેમદ મધ્યપ્રદેશના શિવપુરી પહોંચ્યો ત્યારે તેણે કહ્યું, “તમારા બધા (મીડિયા)નો આભાર. હું તમારા લોકોના કારણે સુરક્ષિત છું.
જણાવી દઈએ કે ઉમેશ પાલના અપહરણ કેસમાં અતીક અહેમદને આજીવન કેદની સજા થઈ ચૂકી છે. હવે ઉમેશ પાલની હત્યાનો આરોપ પણ તેના માથા પર છે. આથી પ્રયાગરાજ પોલીસ હવે આ મામલે પહેલીવાર તેની પૂછપરછ કરશે. સાબરમતી જેલથી પ્રયાગરાજ જતી વખતે અતીકનો કાફલો સવારે મધ્યપ્રદેશના શિવપુરીના સુરવાયા પોલીસ સ્ટેશનમાં થોડો સમય રોકાઈ ગયો હતો. જાણકારી મુજબ અતીકે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેની માફિયાગીરી ઘણાં સમય પહેલા પૂરી થઈ ગઈ હતી. હવે તેને ઘસવામાં આવી રહ્યું છે. તેનો પરિવાર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે.