વડોદરા: હરણી વારસીયા રિંગ રોડ પર રહેણાક મકાનમાં ચાલતા જુગાર પર પોલીસ દરોડો પાડ્યો હત.જેના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં 10 ખેલીઓ આબાદા ઝડપાઇ ગયા હતા. અંગજડતી તથા દાવ પરની રોકડ અને 6 મોબાઇલ મળી 40 હજારના મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. શહેરના વારસીયા પોલીસ સ્ટેસનનો સ્ટાફના પીએસઆઇ કે એચ અંબારીયા સહિત સ્ટાફના જવાનો વિસ્તારના પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન જવાનોને બાતમી મળી હતી કે હરણી વારસિયા રિંગ રોડ પર આવેલા એફ-39 પંચશીલ ડુપ્લેક્ષમાં રહેતો વિકાસ ઉર્ફે વિકી સુભાષચંદ્ર જોષી પોતાના મકાનમાં અન્ય માણસો બોલાવીને જુગાર રમાડે છે.
જેના આધારે પોલીસની ટીમે બાતમી મુજબના મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં 10 ખેલીઓ વિકાસ શુભાષચંદ્ર જોષી, રફીકહુસેન મહમ્મદ હુસેન શેખ, એજાજ હાસમ વોરા,ફિરોજ ઇબ્રાહીમ સુમરા, સરફરાજ મહમુદમીય શેખ, મહમ્મદ અજીજ મલેક, હનીફમીયા આબાસમિયા શેખ, હુસેન ગીજી દુધવાલા, કુષ્ણરાવ ભીમરાવ પાટીલ, સુરેશ રઘુનાથ તાંદલેકરને ઝડપી પાડવામાં આવ્યા હતા. તમામ જુગારીઓના અંગજડતી તથા દાવ પરના મળીને રોકડા 10 હજાર, મોબાઇલ નંગ 30 હજારનો મળી 40 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માંજલપુર સર્વોદય વુડાના મકાનો નીચેથી જુગાર રમતા ચાર ખેલી પકડાયાં
માંજલપુરમાં આવેલા સર્વોદય વુડાના મકાનો પાસે જુલતા જુગાર પર પોલીસે દરોડો પાડ્યો હતો.જેના કારણે જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે પોલીસે 4 જુગારી સુનિલ ભૂપત દેવીપૂજક, રાજેન્દ્ર રામચંદ્ર ધોત્રે, હરીશ ઉર્ફે ઉમેશ નામદેવ તિળકે તથા નરેશ ગોરખ પાટીલને ઝડપી પાડ્યા હતા. રોકડા 27 હજાર તથા બે મોબાઇલ 27 હજાર મળી 54 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.