Dakshin Gujarat

નર્મદા પોલીસ હેડ ક્વાર્ટરના PIને ASIએ મારી નાંખવાની ધમકી આપી

રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લાના પોલીસ હેડ ક્વાર્ટર (Police Head Quarters) ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારીને સસ્પેન્ડેડ (Suspended) એ.એસ.આઈ.એ ફોન (Phone) પર જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપતાં એના વિરુદ્ધ પોલીસ અધિકારીએ રાજપીપળા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. એ.એસ.આઈ.એ પોલીસ અધિકારીને ફોન પર ધમકી આપતાં એમ જણાવ્યું હતું કે, તમે મને કેમ સસ્પેન્ડ કરાવ્યો છે, કેમ મારો પગાર કરતા નથી. રાજપીપળા પોલીસમથકે પોલીસ અધિકારીને ફોન પર ધમકી આપી બીભત્સ વર્તન કરનાર એ.એસ.આઇ. સામે ગુનો નોંધાયો છે.

નર્મદા જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્રસિંહ જોરુભા રાણા (રહે.,કરજણ કોલોની, રાજપીપળા)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ જીતનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવે છે અને તેમની ફરજમાં પોલીસ કર્મચારીઓની નોકરી વહેંચણી કરી દેખરેખ રાખવાની અને પગાર બિલો બનાવવાની કામગીરી આવે છે. સસ્પેન્ડેડ એ.એસ.આઈ. વેસ્તા ઓકરિયા વસાવા (રહે.,પોલીસ હેડ ક્વાર્ટસ પોલીસ લાઇન, જીતનગર)એ એમને ફોન કરી કહ્યું કે, તમે મારો પગાર કેમ નથી બનાવતા. તમે મને સસ્પેન્ડ કરાવ્યો છે, તેમ કહી ગાળો ગાળો બોલી ખરાબ વર્તન કરી મારી નાંખવાની ધમકી આપી હતી. તો આ બાબતે રિઝર્વ પો.ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્રસિંહ જોરુભા રાણાએ એ.એસ.આઈ. વેસ્તા ઓકરિયા વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ભરૂચમાં બુટલેગર પાસે રૂ.2.30 લાખની ખંડણી માંગનાર કોંગ્રેસના નેતા સહિત 4 સામે ફરિયાદ
ભરૂચ: ભરૂચ જિલ્લા કોંગ્રેસનો યુવા નેતાએ રૂ.૨.૩૦ લાખની બુટલેગર પાસે ખંડણી માંગ્યાનો ગુનો નોંધાયો છે. આટલું ઓછું હોય તેમ તોડ પાડવામાં આ ભાઈ સહિત રિઝવાન સોદાવાલા, સહિત બે શખ્સ પોતે પોલીસ હોવાની કેફિયત વ્યક્ત કરી દેશી દારૂનો વેપલો કરતા બુટલેગર પાસે ભરૂચ DSPના નામે રૂ.૧૦ લાખ માંગ્યા હતા. કોંગ્રેસના યુવા નેતા નિખિલ શાહ અને તેમની સાથેના મળતિયાઓ સામે ભરૂચ ગ્રામ્ય પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં આ બે ઇસમે જોલવા નજીક શાકભાજી વેચતા એક વેપારીને શાકભાજીની આડમાં દારૂનો વેપલો ચલાવો છો તેમ કહી ડરાવી ધમકાવી પૈસાની માંગણી કરી હતી. જો કે, માંડવાથી ટેમ્પો લઈ દેશી દારૂનો શાકભાજીની આડમાં વેપલો કરતા રાજેશ વસાવાએ આ તોડબાજ ૪ લોકોની ગેંગને રૂ.૨.૨૦ લાખ ટૂકડે ટૂકડે ચૂકવ્યા હતા.

દહેજ નજીક આવેલા જોલવા ખાતે શાકભાજી વેચવા જતા વેપારી ઉર્ફે બુટલેગર પર તમે શાકભાજીની આડમાં દેશી દારૂનો વેપલો કરો છો એમ જણાવી તોડપાણી કરનાર અને પોતાની જાતને પોલીસ અમલદાર તરીકેની ઓળખ આપનાર અને અન્ય ત્રણ વ્યક્તિ કે જેઓ બોગસ પોલીસ અમલદારને સાથ આપી રહ્યા હતા. તોડબાજો સામે ભરૂચ ગ્રામ્ય પોલીસમથક ખાતે પોલીસ ફરિયાદ નોધાઇ હતી. ફરિયાદી બુટલેગર રાજેશ રમેશ વસાવાએ રિઝવાન સોડાવાલા, ઝાકીર રીઝવાન, કોંગી યુવા નેતા નિખિલ શાહ અને અજાણ્યા એક ઇસમ સહિત વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસની કાર્યવાહી કરી છે.

Most Popular

To Top