National

મુંબઈ હોસ્ટેલના રૂમમાં કોલેજ વિદ્યાર્થિની પર બળાત્કાર બાદ હત્યા

મુંબઈ: એક 18 વર્ષીય કૉલેજ વિદ્યાર્થિની (College Student) પર દક્ષિણ મુંબઈમાં (Mumbai) તેના હોસ્ટેલના રૂમમાં (Hostel Room) કથિત રીતે બળાત્કાર (Rape) ગુજાર્યા બાદ તેની હત્યા (Murder) કરવામાં આવી હતી, જ્યારે આ કેસમાં આરોપી એક સુરક્ષા ગાર્ડ (Security guard) હોસ્ટેલ નજીક રેલવે ટ્રેક પર મૃત (Deadbody) હાલતમાં મળી આવ્યો હતો. એમ પોલીસે (Police) બુધવારે જણાવ્યું હતું.

  • આ કેસમાં આરોપી એક સુરક્ષા ગાર્ડ હોસ્ટેલ નજીક રેલવે ટ્રેક પર મૃત હાલતમાં મળી આવ્યો
  • હોસ્ટેલના રૂમમાં પ્રવેશેલી પોલીસ ટીમને તેણી કપડાના ટુકડા વડે ગળું દબાવી હત્યા કરાયેલી મળી આવી
  • યુવતીની હોસ્ટેલના રૂમમાં કથિત રીતે બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરવામાં આવી

જ્યારે વિદ્યાર્થિનીનો પત્તો લાગ્યો નહીં ત્યારે મંગળવારે સાંજે લગભગ 5 વાગ્યે પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. ચર્ની રોડ વિસ્તારમાં તેના ચોથા માળના હોસ્ટેલના રૂમને બહારથી તાળું મારેલું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે, હોસ્ટેલના રૂમમાં પ્રવેશેલી પોલીસ ટીમને તેણી કપડાના ટુકડા વડે ગળું દબાવી હત્યા કરાયેલી મળી આવી હતી. પીડિતા ઉપનગરીય બાંદ્રામાં સરકારી પોલિટેક્નિક કોલેજની વિદ્યાર્થિની હતી. એમ પોલીસે જણાવ્યું હતું.

ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પોલીસે ફોરેન્સિક અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની ટીમ સાથે ઘટનાની તપાસ શરૂ કરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ કેસમાં હોસ્ટેલનો જ સુરક્ષા ગાર્ડ શંકાસ્પદ હતો, તે મંગળવારે સવારે ચર્ની રોડ સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર મૃત હાલતમાં મળી આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીના પિતરાઈ ભાઈની ફરિયાદ અને સંજોગોવશાત્ પુરાવાના આધારે, ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને 376 (બળાત્કાર) હેઠળ સુરક્ષા ગાર્ડ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કેસમાં તપાસ ચાલી રહી છે. અધિકારીએ ઉમેર્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

Most Popular

To Top