SURAT

કતારગામમાં રહેતો પરિવારે રાત્રે ડ્રોઅરમાં મુકેલા રોકડ-દાગીના સવારે ગાયબ થઈ ગયા

સુરત : કતારગામમાં (Katargam) બાળકોની સંભાળ રાખતી આયા (Nanny) પરિવારના (Family) સભ્યોની હાજરી વચ્ચે બે અલગ અલગ મકાનમાંથી રૂા.14500 રોકડા અને 3.27 લાખના દાગીના મળીને કુલ્લે 3.42 લાખની કિંમતની ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. જે અંગે આયાની સામે કતારગામ પોલીસે (Police) ચોરીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ ગજેરા સ્કૂલ પાસે લક્ષ્મી રેસિડેન્સીમાં રહેતા હિતેશ શાંતીભાઈ ભાલાળા (ઉ.વ.૩૫) ‘તેરા જ્વેલર્સ’ના નામથી વેપાર કરે છે. હિતેશભાઇએ તેમના ભાઇની બે વર્ષની બાળાની સાર-સંભાળ માટે કતારગામ વિસ્તારમાં જ રહેતી મીના અમૃતભાઇ બૈસાનેને એક મહિના પહેલા જ નોકરી ઉપર રાખી હતી. હિતેશભાઇ અને તેમનો પરિવાર લોનાવાલા ફરવા માટે ગયો હતો, ગત તા. 29મી ઓગષ્ટના રોજ તેઓ રાત્રે ઘરે આવ્યા હતા. બીજા દિવસે સવારે તેમના ઘરમાં કબાટના ડ્રોઅરમાં મુકેલા રોકડા રૂા. 4500 અને 1.35 લાખના દાગીના દેખાયા ન હતા. હિતેશભાઇના પત્ની પ્રજ્ઞાબેનએ મીનાને ફોન કર્યો હતો, પંરતુ તેને ફોન કાપી નાંખ્યો હતો. બીજી તરફ આ મીના હિતેશભાઇની નીચેના માળમાં જ રહેતા દક્ષાબેન માલવીયાના બાળકોની પણ સંભાળ રાખતી હોવાથી તેમની મદદે ગયા હતા. પ્રજ્ઞાબેનએ દક્ષાબેનના મોબાઇલમાંથી મીનાને ફોન કર્યો હતો પરંતુ આ મીનાએ દક્ષાબેનનો મોબાઇલ ફોન પણ કાપી નાંખ્યો હતો. તપાસ કરતા દક્ષાબેનના ઘરમાંથી પણ રોકડા રૂા.10 હજાર અને 1.92 લાખના દાગીનાની ચોરી થઇ હતી. આ બંને ચોરી મીના બૈસાનએ જ કરી હોવાની ફરિયાદ કતારગામ પોલીસમાં કરવામાં આવી હતી. કતારગામ પોલીસે આ મીના બૈસાનાની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

વિદેશની બેંકમાંથી લોનના બહાને મુંબઈના બે ચીટરો દ્વારા 46.55 લાખની ઠગાઇ
સુરત : વિદેશની બેંકમાંથી એસબીએલસી દ્વારા 7.5 કરોડની ક્રેડીટ ફેસિલિટી આપવાનો વિશ્વાસ અપાવીને 46.55 લાખ એડવાન્સ પેટે લઇને છેતરપિંડીનો ગુનો ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ થવા પામ્યો છે. વિદેશમાંથી લોન લેવા માટેની એસબીએલસી એટલે કે સ્ટેન્ડ લેટર ઓફ ક્રેડિટ ડિજિટલ લેટર કોઇક રીતે દુબઇની મશરક બેંકની સ્વીફટ ટ્રાન્સફરથી એક્સિસ બેંકમાં મોકલાવી ઇટાલીની બેંકમાંથી કરોડો રૂપિયાની લોન મેળવી હોવાનું જણાવીને છેતરપિંડી કરનાર મુંબઇના સબરેઝ અહમદ શેખ અને નવીન મલિક જેનો અતો પત્તો નથી તેની સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ મામલે રવિકુમાર અગ્રવાલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે સબરેઝ શેખ જે મુંબઇ મલાડ ખાતે ઓફિસ ધરાવે છે. જે લોન અપાવે છે તેથી તેઓ તેને મળવા ગયા હતા. દરમિયાન સબરેઝ શેખે ક્રેડીટ એગ્રિકોલ ઇટાલીયા સ્પા બેકમાંથી સ્ટેન્ડ બાય લેટર ઓફ ક્રેડિટ ડિજિટલ લેટર આપ્યો હતો. તેમાં તેણે 7.5 કરોડની લોન પાસ થઇ હોવાનું જણાવ્યું હતું. તેમાં તેણે ડિજિટલ લેટર રજૂ કર્યો હતો. આ ડિજિટલ લેટર તે સુરતની એક્સિસ બેંક દ્વારા ફ્રોડ હોવાનુ જણાવાયું હતું. આ લેટર તે દુબઇની મશરફ બેંક મારફત આવતા તેઓને શંકા ગઇ હતી. આ મામલે તેઓએ તપાસ કરાવતા ઇટાલીની બેંક મારફત તેઓને કોઇ લોન નહી મળી હોવાનું જાણવા મળ્યું હતું. આ કિસ્સામાં સબરેઝ શેખને ફી પેટે આપેલા 46.55 લાખની રકમ પરત માંગતા તે આપવા તેણે ઇનકાર કરી દીધો હતો.

Most Popular

To Top