Gujarat Main

અમરેલીમાં પોલીસે ડ્રોનની મદદથી દારૂની 65 ભઠ્ઠી શોધી કાઢી, ઉત્તરાયણ પહેલાં પોલીસની મોટી કાર્યવાહી

અમરેલી: (Amreli) અમરેલી જિલ્લા પોલીસે (Police) ડ્રોનનો (Dron) ઉપયોગ કરીને દારૂ (Alcohol) બનાવવાની ભઠ્ઠીઓ (Furnace) શોધી કાઢી કુલ 65 કેસ કર્યા હતા. જેમાં ભઠ્ઠીના 9, દેશી દારૂ કબ્‍જાના 23 તથા કેફી પીણુ (Drink caffeine) પીવા અંગેના 33 કેસ કરવામાં આવ્યા છે. ઉપરાંત ડ્રોન દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. અમરેલી જિલ્‍લામાં પોલીસ દ્વારા અમરેલી તાલુકા વિસ્‍તારનાં ચિતલ ગામે ડ્રોન ઉડાડી ડ્રોનની મદદથી ત્રણ જગ્‍યાએથી ચાલુ દેશી દારૂની ભઠ્ઠીઓ પકડવામાં આવી હતી.

Khabarchhe.com

જેમાં એક જગ્યાએથી રૂ. 660ની કિંમતનો 33 લિટર દેશી દારૂ, 270 રૂપિયાની કિંમતનો 135 લિટર આથો, દારૂ બનાવવા માટે રૂપિયા 710ની કિંમતના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. 1640ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. અન્ય જગ્યાએથી રૂ. 2280ની કિંમતનો 124 લિટર દેશી દારૂ, 364 રૂપિયાની કિંમતનો 182 લિટર આથો, દારૂ બનાવવા માટે રૂપિયા 1825ની કિંમતના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. 4469ના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ડ્રાઇવ દરમ્‍યાન દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવવાની અને દારૂ વેચાણની પ્રવૃતિ કરતા તેમજ કેફી પીણુ પીધેલા કુલ 49 આરોપીઓને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિલાયત ચોકડી પરથી અંકલેશ્વરનો શખ્સ રૂા. 19 હજારના દારૂ સાથે પકડાયો

ભરૂચ : વાગરાના વિલાયત ચોકડી પાસેથી ભરૂચ SOG પોલીસે અંકલેશ્વરના ભાટવાડના અદુલ સત્તર કમરૂદ્દીન શેખને બાઈક નં-જીજે-૧૬, ડીબી-૬૨૧૯ પર રૂ.૧૯ હજારથી વધુની કિંમતના ગાંજો સાથે રાત્રે ૯.૧૫ વાગ્યાના અરસામાં પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ૧.૯૩૧ કિલોગ્રામનો ગાંજો મળી કુલ રૂ.૧,૧૯,૩૮૦નો મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધવામાં આવ્યો હતો. વિલાયત જેવા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એરિયામાં યુવાનોને નશાના રવાડે ચઢાવતો શખ્સ ઝડપાતા કોના હાથમાં ગાંજાનો નશીલો પદાર્થ જાય એ ચિંતાનો વિષય બની ગયો છે.

Most Popular

To Top