ઉમરગામ : ઉમરગામ (Umargam) તાલુકાના કનાડુ ગામ, વડલી ફળિયામાં સતિષ જેઠીયાભાઈ વરઠા (ઉં.50) પરિવાર (Family) સાથે રહે છે અને તેઓની સાથે નાની બહેનના ત્રણ સંતાનો પણ રહે છે. તેમનો ભાણેજ વિશાલ દિલિપભાઈ વઘાત (ઉં.18) અને ગામનો મિત્ર જયેશ મગન વરઠા (ઉં.22) સાથે નવી બાઈક (Bike) લઈને નીકળ્યા હતાં. તેઓ બાઈક લઈને કનાડુ, ભાસ્કર ફળિયા પાસે પહોંચ્યા ત્યારે સામેથી બાઈક નં. જીજે-15 બીએસ-0463 રોંગ સાઈડેથી પૂરપાટ ઝડપે આવતા બંને બાઈક સામસામે અથડાતા અકસ્માતમાં (Accident) જયેશને શરીરે અને પગના ભાગે તથા વિશાલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ભિલાડ હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે વિશાલને મૃત (Dead) જાહેર કર્યો હતો. જે બનાવ અંગેની ફરિયાદ સતિષ વરઠાએ ભિલાડ પોલીસ મથકમાં કરી હતી.
સાપુતારા ઘાટમાં કપાસનો જથ્થો ભરેલી ટ્રક પલટી
સાપુતારા : મહારાષ્ટ્રનાં અહમદનગરથી કપાસનો જથ્થો ભરી વિજાપુર તરફ જઇ રહેલ ટ્રક નં. એમએચ-16-સીસી-9709 નો સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગનાં યુટર્ન વળાંકમાં અચાનક બ્રેક ફેઈલ થઈ જતાં ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં ટ્રક સંરક્ષણ દિવાલને અથડાઈને માર્ગની સાઈડમાં પલટી મારી જતાં ઉંડી ખીણમાં ખાબકતા બચી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતનાં બનાવમાં ટ્રકને જંગી નુકસાન થયું હતું, જ્યારે ચાલકને નજીવી ઈજાઓ પહોંચવાની સાથે તેનો ચમત્કારિક બચાવ થયો હતો.
ચીખલીમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો
ઘેજ : ચીખલી-વાંસદા માર્ગ પર ખૂંધ ગામની સીમમાં એ બી સ્કૂલની સામે વાંસદા તરફ જઈ રહેલી હુન્ડાઈ કાર જીજે-21-સીબી-8887 અને મારૂતિ કાર જીજે-21-એક્યુ-9822 વચ્ચે અકસ્માત સર્જાતા મારૂતિ કાર રોડ સાઈડે ગટરમાં ઉતરી જતા વ્યાપક નુકસાન થયું હતું. જોકે પોલીસ ચોપડે અકસ્માત અને કોઈ ગુનો નોંધાયો ન હતો.