પારડી: (Pardi) ઠંડીની મોસમ (Winter Season) એટલે ચોરોની સિઝન. અનેક ચોરીઓ ઠંડીની મોસમ દરમ્યાન જ થતી હોય છે. પારડી ખાતે પણ છેલ્લાં કેટલાક વર્ષોથી ઠંડીની મોસમમાં ચોરીઓ (Theft) થતી આવી છે. ગઇકાલ રાતથી ખડકી ખાતે આવેલ પેટ્રોલપંપ પર રૂપિયા 25 હજાર જેટલી રોકડની ચીલઝડપ કરી ચોરોએ પોલીસને (Police) દોડતી કરી દીધી છે.
- ખડકી હાઈવે પેટ્રોલ પંપની ઘટના: બાઇક ઉપર આવેલ બે શખ્સોએ છૂટા માગ્યા અને રોકડા 24,500 લઈ ફરાર
- પેટ્રોલ પંપના સી.સી. કેમેરામાં છૂટા લેવા આવેલ અજાણ્યો ઈસમ ડ્રોઅરમાંથી 500 રૂપિયાની 49 નોટનું બંડલ તફડાવતા કેદ
બનાવની વિગત મુજબ ખડકી હાઇવે સ્થિત સિદ્ધી વિનાયક પેટ્રોલપંપખાતે રાત્રે મોટર સાયકલ લઈ આવેલ બે અજાણ્યા ઈસમો પૈકી એક ઈસમ પેટ્રોલપંપના બીજા નબરના પોઇન્ટ પર જઈ ત્યાં હાજર ફિલર હિતેશભાઈ પાસે 500 રૂપિયાના છૂટા માંગતા હિતેશભાઈ એમને પોતાના ટેબલના ડ્રોઅરમાંથી સો રૂપિયાની પાંચ નોટ ગણી છૂટા આપી ડ્રોઅર બંધ કરી ચાવીને બીજા ખાનામાં મૂકી અન્ય મોટર સાયકલમાં પેટ્રોલ નાખવા જાય છે. મોટર સાયકલ સવારે પણ 500ની નોટ આપતા ફિલર હિતેશભાઈ પોતાના ડ્રોઅર પાસે આવી જોતાં અર્ધખુલ્લું હતું અને ડ્રોઅરમાં મુકેલ 500ના દરની 49 નોટ તથા 100ના દરની ચાર નોટ મળી કુલ 24500નું બંડલ ગાયબ હતા. બાજુમાં ઊભેલો અજાણ્યો ઈસમ પણ છૂ થઈ ગયો હતો.
પેટ્રોલપંપના સી.સી. કેમેરા ચેક કરતા છૂટા લેવા આવેલ અજાણ્યો શખ્સોએ ડ્રોઅરમાંથી રૂપિયાનું બંડલ લઈ હાઇવે પર ઉભેલા એક મોટર સાયકલ પર બેસી બન્ને રેમન્ડ કંપની તરફ જતા જોવા મળ્યા હતા સમગ્ર બનાવની ઘટના પારડી પોલીસ સ્ટેશન ના પી.આઈ. મયુર પટેલ સહિત અન્ય ડી.સ્ટાફે સ્થળ પહોંચી તપાસ આદરી હતી.
કોરોનાની માંદગીમાં ઉછીના લીધેલા નાણાં ન ચૂકવી શકતાં વ્યાજ ચૂકવવા સોનું ગિરવે મૂક્યું
વલસાડ : વલસાડમાં વ્યાજખોરો સામે પોલીસે કરેલી લાલ આંખ બાદ અનેક દુખિયારાઓ પોતાની વેદના લઈને પોલીસ સમક્ષ આવી રહ્યાં છે. ત્યારે કોરોના સમયે વ્યાજખોરની ચૂંગાલમાં આવેલી એક મહિલાએ 10 ટકા વ્યાજ વસૂલતાં મોબાઇલના દુકાનદાર સામે ફરિયાદ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ સોના સરિતા વિસ્તારમાં રહેતી અને એક હોસ્પિટલમાં કામ કરતી મહિલા કોરોના સમયે બિમાર પડતાં તેને પૈસાની જરૂરિયાત ઉભી થઇ હતી. જેના કારણે તેમણે ગાંધી લાયબ્રેરીની સામે આવેલી જાસ્મીન મોબાઇલ નામની દુકાનના દુકાનદાર વિનોદ ભોગીલાલ શાહ પાસેથી રૂ. 60 હજાર લીધા હતા. ત્યારબાદ તેને પથરીનો દુખાવો થતાં તેની પુત્રી તેમની પાસેથી વધુ રૂ. 40 હજાર વ્યાજે લઇ આવી હતી. જેની સામે તેમણે બે ચેક સહી કરાવી લઇ લીધા હતા. વ્યાજખોર વિનોદ શાહે પૈસાની વસૂલાત માટે દબાણ વધારતા મહિલા મજબૂરીવશ વલસાડ પારડી રામલાલા મંદિર પાસે રહેતા શ્રવણ કુમાર શિવલાલ તિવાડી પાસે ગઇ. ત્યાં તેણે સોનું ગિરવે મુકી રૂ. 20 ટકાના વ્યાજે પૈસા ઉછીના લીધા હતા. તેમના દ્વારા પણ મહિલાને ત્રાસ અપાતો હોવાથી તે અંગે તેમણે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસે વિનોદ શાહ અને શ્રવણ તિવાડી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.