SURAT

કર્ણાટકની KGF માઇનમાં કરોડોનુ સોનુ લઇને ભાગેલા ઠગ બંધુઓ સુરતથી ઝડપાયા

સુરત : દેશમાં બહુ ચર્ચિત ફિલ્મ કેજીએફમાં (KGF) વાસ્તવમાં જે રીતે ખેલ થઇ રહ્યા છે કેજીએફ માઇનમાંથી નીકળતા ગોલ્ડનો (Gold) બારોબાર કાળો કારોબાર કરનાર બે ભાઇઓ ચાર થી પાંચ કરોડનું સોનુ લઇને સુરત (Surat) ખાતે છુપાયાં હતા. ખાણમાંથી નીકળતું સોનુ લોકો પાસેથી લઇને તેની ઉપર કમિશન લેવાનો ધંધો આ બે ઠગ બંધુઓ કરતા હતા. આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા આ બંને આરોપીને ઝબ્બે કરવામાં આવ્યા હતા.

આ બે સગાભાઇ એવા આરોપી સુરતમાં આવીને સંતાયા હતા. તથા ખૂબ દેવામાં હોય તે રીતે ઢોંગ કરતા હોવાની વિગત જાણવા મળી છે. કણાર્ટક પોલીસને બાતમી મળી હતી કે કાપડ બજારમાં આ બે ભાઇઓ સામાન્ય નોકરી કરી રહ્યા છે. તેથી કણાર્ટક પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદ લીધી હતી. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દેવેશદધીચી નિરંજનકુમાર રીનવા (2) રૂપેશઉમેશ કુમાર રીનવા (રહેવાસી. સરિતા વિહાર સોસાયટીસ પૂણા)ની ધરપકડ કરવામાં આવી હતી. સુરત ખાતે આ બે ભાઇઓ ભાડાના મકાનમાં રહેતા હતા. આ બે ભાઇઓ તે રાજસ્થાન અજમેરના મૂળ રહેવાસી હોવાની વિગત ક્રાઇમ બ્રાન્ચે જણાવી હતી.

કોલાર ગોલ્ડ સિટીમાં સોના ચાંદીની દુકાન ધરાવતાં હતા
ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર કોલાર ગોલ્ડ સિટીમાં આ બે ભાઇઓ છેલ્લા વીસ વર્ષથી પોતાની ગોલ્ડની દુકાન ધરાવતા હતા. આ બે ભાઇઓ તે ખાણમાંથી નીકળતુ સોનુ લઇને તેની ઉપર પોતાનુ દસ ટકા કમિશન લઇને દેશના અન્ય શહેરોના ગોલ્ડના વેપારીઓને વેચતા હતા. દરમિયાન આ ભાઇઓ અંદાજે પાંચ થી સાત કિલો ગોલ્ડ લઇને છેલ્લા એક વર્ષથી ફરાર થઇ ગયા હતા. આ ગોલ્ડ તે લોકોએ કાગળ પર ગીરવે મૂકયુ હોવાની વિગત જાણવા મળી છે. આ આંકડો દસ કિલો કે તેથી વધારેનો પણ હોય શકે છે.

કર્ણાટક પોલીસ એક વર્ષથી આરોપીઓને શોધી રહી હતી
આરોપીઓ સામે કોલાર ગોલ્ડ ફિલ્ડના કુલ 3 પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે. તેમાં આ આરોપીઓ સામે હાલમાંતો 3 ફરિયાદ છે પરંતુ સંખ્યાબંધ લોકોનુ સોનુ લઇને આ આરોપીઓ પલાયન થયા હોવાની આશંકા છે. છેલ્લા એક વર્ષથી આરોપીઓને પોલીસ શોધી રહી હતી. આ આરોપીઓની કરોડોની મિલકતો મુંબઇ અને અજમેર જેવા શહેરમાં હોવાની પોલીસને આશંકા છે.

Most Popular

To Top