પારડી : પારડી (Pardi) ટુકવાડા હાઈવે (Highway) પર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં (Petroling) હતી, તે દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વાપીથી (Vapi) સુરત (Surat) જતા ટ્રેક પર ઇકો કારને (Car) અટકાવી હતી. કારનો સાચો નંબર પ્લેટ જી.જે.15 સી.જે. 8858 હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. કારમાં તપાસ કરતા ધાબળાં, શેતરંજી અને મચ્છર દાની આડમાં દારૂ લઇ જતા એકને ઝડપી પાડ્યો હતો. પોલીસે 20 બોક્સમાં 816 નંગ દારૂની બોટલ જેની કિં.રૂ. રૂ.90 હજાર, તેમજ મોબાઈલ, કારની રૂ. 3 લાખ સહિત કુલ રૂ.4 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે કાર ચાલક સીરાજ અમી ઉલ્લાહ શાહ (રહે. સુરત કડોદરા)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર રાજુ (રહે. નવસારી) અને જથ્થો ભરાવનાર અજાણ્યો ઇસમ સહીત બેને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા. દારૂનો જથ્થો દમણથી સુરત ચલથાણ લઇ જવાઈ રહ્યો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પારડીથી કારમાં દારૂ લઇ જતો પરિયાનો બૂટલેગર મહિલા સાથે ઝડપાયો
પારડી : પારડી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે કારમાં દારૂની હેરાફેરી કરતા પરિયાના બૂટલેગર યુવક અને મહિલાને ઝડપી પાડ્યા હતા. પારડીના પરીયાથી ભેંસલાપાડા જતા રોડ ઉપર પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી i20 કાર નં.એમએચ-04 ડીવાય 3218 આવતા પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા સીટના નીચે બનાવેલા ચોર ખાનામાંથી 108 નંગ દારૂની બોટલ જેની કિં.રૂ.18 હજાર મળી આવ્યો હતો. પોલીસે પરિયાનો બૂટલેગર નિરજ પ્રવીણ પટેલ અને તેની સાથે બેઠેલી જીનલ ચંદુ હળપતિ (બન્ને રહે. પારડી પરીયા)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે મોબાઈલ અને કાર સહિત કુલ રૂ.1.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સંજય રણજીત રાઠોડ (રહે બારડોલી સુરત)ને વોન્ટેડ જાહેર કરી પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરીએ વધુ તપાસ હાથ ધરી છે.