શહેરના સરથાણા વિસ્તારમાં રહેતી પાટીદાર સમાજની 17 વર્ષીય સગીર દીકરીના અધારણના મામલે આખરે 38 દિવસ બાદ પોલીસને મોટી સફળતા મળી છે. પ્રેમજાળમાં કસાવી લગ્નની લાલચે સગીરાને ભગાડી જનાર 26 વર્ષીય પરિણીત અને બે સંતાનનો પિતા છે એવા આરોપી અરવિદ પંચાસરાની ક્રાઇમ બ્રાન્ચે બોટાદથી ધરપકડ કરી છે.
- આરોપી અરવિંદ પંચાસરાને ક્રાઈમ બ્રાન્ચે બોટાદથી પકડ્યો
- ક્રાઈમ બ્રાન્ચ પર પાટીદાર આગેવાનોએ પુષ્પવર્ષા કરી
આ કેસમાં સ્થાનિક સસ્થાણા પોલીસની કામગીરી સામે પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચને આ કેસ સોંપાતા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધ૨પકડ કર્યા બાદ આજે સવારે તે જ વિસ્તારમાં લઈ જઈને રિકન્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું ત્યારે પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલા સિવાય પાટીદાર સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપી અરવિદ પાંચસરાની ગઈ કાલે બોટાદથી પરપકડ કરી હતી. ત્યાર બાદ તેને સુરત ખાતે લાવવામાં આવ્યો હતો. આજે સવારે પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલા સાથે આરોપીને સસ્થાણા વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો.
મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અને અગ્રણીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. આરોપી દ્વારા કેવી રીતે સંગીરાનું અપહરણ કરીને લઈ જવામાં આવ્યું હતું વિગેરે અંગે રિકંસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. ક્રાઈમ બાન્ચની આ કામગીરીથી સંતુષ્ટ થયેલા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા પોલીસ ઉપર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.
દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ કડક પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે, કેસનું મજબૂત ચાર્જશીટ તૈયાર કરી આરોપીને સખત સજા અપાવવા પ્રયાસ કરવામાં આવશે.
પત્ની તરીકે સાથે રાખી ફર્યો
સરથાણા વિસ્તારમાં રહેતી પાટીદાર સમાજની 17 વર્ષીય સગીરાના અપહરણ કેસમાં 38 દિવસ બાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને બોટાદથી ઝડપી પાડ્યો છે. પ્રેમજાળમાં ફસાવી અરવિંદ પાંચસરા સગીરાને ભગાડી ગયો હતો. તે સગીરાને પોતાની પત્નીની જેમ રાખીને ફરતો હતો. આરોપી અરવિંદ પંચાસરા 26 વર્ષનો અને બે સંતાનોના પિતા છે.