કોસંબા: મહારાષ્ટ્રથી અંકલેશ્વર તરફ લઈ જવાતા રૂપિયા 17.12 લાખની કિંમતની 8004 દારૂની (Alcohol) બોટલ કોસંબા પોલીસે (Police) ઝડપી પાડી હતી. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાંથી બે ઇસમો ની અટકાયત કરી રૂ.32,79,040 ના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરની સૂચના મુજબ પેટ્રોલિંગ કડક બનાવવામાં આવ્યું હતું. તે દરમિયાન બાતમીના આધારે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 ઉપર માંગરોળના મહુવેજ ગામની સીમમાં આવેલી આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાં એક આઇસર ટેમ્પો પાર્ક કરવામાં આવ્યો છે. જેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતુ. ચોક્કસ બાતમીનાં આધારે કોસંબા પોલીસે રેડ કરી બાતમી વાળો ટેમ્પો ચેક કરતા પોલીસને મોટી માત્રામાં વિદેશી દારૂની 8004 બોટલ મળી આવી હતી.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ટેમ્પામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ કંપનીની બાટલીઓ મળી આવતા આશ્ચર્ય થયો હતો. પોલીસે બે મોબાઈલ, રોકડ, સેનેટ્રી પેડનો સામાન મળી કુલ 32.79 લાખનો મુદ્દામાલ કબજે કરી સુરેશ સિંહ ઠાકુર તેમજ મનોજ ચૌધરી નામના બે ઇસમોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નવાઈની વાત એ હતી કે દારૂનો જથ્થો સેનેટરી પેડનાં વેસ્ટ વચ્ચે સંતાડી ને લઈ જવાતો હતો. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સુરત ગ્રામ્ય SOG પોલીસે 6370 રૂપિયાનો ગાંજા સાથે બે ને ઝડપી પાડ્યા
સુરત: પલસાણાના બગુમરા ગામની સીમમાંથી સુરત ગ્રામ્ય SOG પોલીસે 6370 રૂપિયાનો ગાંજા સાથે બે ને ઝડપી પાડ્યા હતા. પોલીસે બાતમીના આધારે બન્ને ની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
SOGએ જણાવ્યું હતું કે, સુરત ગ્રામ્ય પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના બગુમરા ગામની સીમમાં જોળવા પાટીયાથી જોળવા ગામ તરફ જતા રસ્તા ઉપર બે ઇસમો નંબર પ્લેટ વગરની મોપેડ પર આવી રહ્યા છે. એસઓજીની ટીમે દેવનારાયણ ફર્નીચર નામની દુકાન સામેથી પોલીસે તેઓ બન્નેને ઝડપી પાડી તેમની પાસેથી 6300 રૂીપયાનો ગાંજો મોબાઇલ તેમજ મોપેડ મળી કુલ 39020 રૂપીયાના મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે રાજ કુમાર ઉર્ફે રાજુ ઓલેખ બહેરા ઉ.વ 25 (૨હે ક્રીષ્ણાનગર કડોદરા મુળ રહે ઓરીસ્સા) તેમજ મલ્લુ હરીનંદન ચૌધરી ઉ.વ 27 (રહે રાજકુમારની બીલ્ડીંગ ક્રીષ્ણાનગર કડોદરા મુળ રહે બીહાર) ને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંજા સાથે ઝડપાયેલા બન્ને કેરિયર છે કે ગાંજાના આદિએ તપાસનો વિષય છે.
બીજું ગાંજો ક્યાંથી લાવ્યાએ પૂછપરછ બાકી છે. એટલું જ નહીં પણ આ બન્ને ની પૂછપરછમાં આગળની કળી મળશે તો વધુ આરોપીઓ પકડાય એ વાત ને નકારી શકાય નહીં. હાલ SOG પોલીસ ગાંજો પકડાયા બાદ પેટ્રોલિંગ સધન કરે એવું લાગી રહ્યું છે.