નવી દિલ્હીઃ આજથી સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર શરૂ થયું છે. આ વિશેષ સત્ર 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પહેલા રવિવારે મળેલી સર્વપક્ષીય બેઠક દરમિયાન સરકારે 8 બિલો રજૂ કરવા અંગે વિપક્ષને (Opposition) જાણ કરી હતી. લોકસભા (Loksabha) અને રાજ્યસભાની (Rajyasabha) કાર્યવાહી આવતીકાલે બપોર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. સંસદ એનેક્સી બિલ્ડીંગમાં ચાલી રહેલી મોદી કેબિનેટની (Modi Cabinet) બેઠક પૂરી થઈ. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. મળતી માહિતી મુજબ આ બેઠકમાં મહિલા અનામત બિલ પર ચર્ચા કરવામાં આવી હતી. પરંપરા રહી છે કે કેબિનેટની બેઠક (Cabinet Meeting) બાદ પ્રેસ બ્રીફિંગ થાય છે પરંતુ આ વખતે એવું થશે નહીં. કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોની માહિતી સીધી સંસદને (Parliament) આપવામાં આવશે.
સાંજે કેબિનેટની બેઠક પહેલા સંસદભવનમાં ઘણી મહત્વપૂર્ણ બેઠકો થઈ રહી છે. મળતી માહિતી અનુસાર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત (Meeting) કરી હતી. આ બેઠકમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. આ પછી હવે પીયૂષ ગોયલ અને પ્રહલાદ જોશી પીએમ મોદીને મળશે. તમને જણાવી દઈએ કે સંસદનું વિશેષ સત્ર આજે જૂની બિલ્ડિંગમાં જ શરૂ થયું હતું, પરંતુ 19 સપ્ટેમ્બરે યોજાનારી બેઠક નવી સંસદ ભવનમાં યોજાશે. 20 સપ્ટેમ્બરથી સંસદના નવા ભવનમાંથી જ તમામ કામગીરી હાથ ધરવામાં આવશે.
#WATCH | The meeting of the Union Cabinet is underway in Parliament House Annexe in Delhi pic.twitter.com/73zxxt0xFn
— ANI (@ANI) September 18, 2023
આ પહેલા પીએમ મોદીએ લોકસભામાં ભાષણ આપતા કહ્યું હતું કે મંગળવારથી અમે નવી બિલ્ડિંગમાં જઈશું પરંતુ આ ઈમારત આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. 75 વર્ષની અમારી યાત્રાએ ઘણી લોકશાહી પરંપરાઓ અને પ્રક્રિયાઓમાંથી શ્રેષ્ઠ સર્જન કર્યું છે અને આ ગૃહના તમામ સભ્યોએ તેમાં સક્રિયપણે યોગદાન આપ્યું છે. પીએમએ કહ્યું કે એ વાત સાચી છે કે આ બિલ્ડિંગ બનાવવાનો નિર્ણય વિદેશી શાસકોનો હતો. પરંતુ આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં કે મારા દેશવાસીઓએ આ ઇમારતના નિર્માણમાં સખત મહેનત, પરસેવો અને પૈસા લગાવ્યા હતા.