National

PM મોદી મહારાષ્ટ્રની મુલાકતે: શિરડીમાં સાંઇબાબાના દર્શન કર્યા, 7500 કરોડની અનેક યાજનાોનું ઉદ્ધાટન કરશે

મુંબઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મહારાષ્ટ્રની (Maharshtra) મુલાકાતે છે. ગુરુવારે તેઓ શિરડી (Shirdi) પહોંચ્યા છે જ્યાં તેમણે સાંઈબાબા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદીની સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ, સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. પીએમ મોદી તેમના મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ‘નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના’ લોન્ચ કરશે. આ સાથે તેઓ મહારાષ્ટ્રમાં આશરે રૂ. 7,500 કરોડની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન (Innaugration) અને શિલાન્યાસ કરશે.

સાંઈબાબા મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદી નવા દર્શન કતાર સંકુલનું ઉદ્ઘાટન પણ કરશે. વડાપ્રધાન નિલવંદે ડેમનું જલ પૂજન કરશે અને ડેમનું નહેર નેટવર્ક રાષ્ટ્રને સમર્પિત કરશે. શિરડીમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં, તેઓ આરોગ્ય, રેલ, રસ્તા અને તેલ અને ગેસ જેવા ક્ષેત્રોમાં લગભગ રૂ. 7500 કરોડની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે, કેટલાક રાષ્ટ્રને સમર્પિત કરશે અને કેટલાકનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાને ઓક્ટોબર 2018માં શિરડીમાં દર્શન કતાર સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. નીલવંદે ડેમ (85 કિલોમીટર)ના ડાબા કાંઠે કેનાલ નેટવર્ક કે જે વડા પ્રધાન રાષ્ટ્રને સમર્પિત કરશે તે પાણીની પાઈપ વિતરણ નેટવર્ક પ્રદાન કરીને સાત તાલુકાઓમાં (છ અહમદનગર જિલ્લામાં અને એક નાસિક જિલ્લામાંથી એક) 182 ગામોને લાભ કરશે. તેને લગભગ 5177 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે.

જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન ‘નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના’ લોન્ચ કરશે. આ યોજનાથી મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 86 લાખથી વધુ લાભાર્થીઓને દર વર્ષે 6,000 રૂપિયાની વધારાની રકમ પ્રદાન કરીને લાભ થશે. વડાપ્રધાન અહમદનગર સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ હોસ્પિટલ સહિત અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. વડાપ્રધાન અહમદનગર સિવિલ હોસ્પિટલમાં માતૃ અને બાળ સ્વાસ્થ્ય વિંગનો શિલાન્યાસ કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ અને ઓનરશિપ કાર્ડનું પણ વિતરણ કરશે. (ઇનપુટ ભાષા)

Most Popular

To Top