World

ગાઝાની હોસ્પિટલ પર ઇઝરાયેલના હુમલા સામે PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગાઝાની (Gaza) અલ અહલી હોસ્પિટલ (Hospital) પર થયેલા હુમલા (Attack) પર શોક વ્યક્ત કર્યો છે. દુખ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે આ હુમલાના ગુનેગારને છોડવામાં આવશે નહિ. મંગળવારે 17 ઓક્ટોબર 2023 ગાઝાની અલ-અહલી હોસ્પિટલ પર થયેલા હવાઈ હુમલામાં લગભગ 500 લોકોના મોત થયા હતા.

ભારતીય વડાપ્રધાને ઈઝરાયેલની હોસ્પિટલ પર થયેલા હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. શોક વ્યક્ત કરતા, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર) પર કહ્યું કે ‘અમારી સંવેદના પીડિતોના પરિવારો સાથે છે.’ પીએમ મોદીએ લખ્યું- ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં લોકોના મોટા પાયે મોતથી ઊંડો આઘાત વ્યક્ત કર્યો છે. પીડિતોના પરિવારો પ્રત્યે અમારી હ્રદયપૂર્વકની સંવેદના છે અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આ સંઘર્ષમાં નાગરિકોની જાનહાનિ એ ગંભીર અને સતત ચિંતાનો વિષય છે. આ કૃત્યમાં જેઓ સંડોવાયેલા છે તેમને જવાબદાર ઠેરવવા જોઈએ.

હમાસ અને ઈઝરાયેલ વચ્ચે 12 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને તરફથી એક બીજા પર રોકેટ છોડવામાં આવી રહ્યા છે. દરમિયાન, મંગળવારે મોડી રાત્રે ગાઝા પટ્ટીની અલ અહલી હોસ્પિટલમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 500 લોકોના મોત થયા હતા. પેલેસ્ટાઈનનો આરોપ છે કે આ હુમલો ઈઝરાયેલ દ્વારા કરવામાં આવ્યો છે. ઈઝરાયેલે આ આરોપને નકારી કાઢ્યો અને કહ્યું કે પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદ સંગઠન દ્વારા છોડવામાં આવેલા રોકેટના મિસફાયરને કારણે આ દુર્ઘટના થઈ હતી.

સંયુક્ત રાષ્ટ્ર, તેના ટોચના નેતાઓ અને એજન્સીઓએ પણ આ હુમલાની નિંદા કરી હતી. વિશ્વના ઘણા નેતાઓએ આ હુમલા પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે સોશિયલ મીડિયા સાઇટ પર પોસ્ટ કર્યું મારી સંવેદના પીડિતોના પરિવારો સાથે છે. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળ હોસ્પિટલો અને તબીબી કર્મચારીઓને યુદ્ધ દરમિયાન સુરક્ષિત કરવામાં આવે છે.

Most Popular

To Top