Gujarat

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સુપર પાવર બનાવ તરફ આગળ વધી રહ્યો છે: અનુરાગ ઠાકુર

ગાંધીનગર: આજે દુનિયાના દેશો પણ વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીના (Narendra Modi) કામના વખાણ કરે છે. વિશ્વના દેશો આજે ભારતના નાગરિકોને સન્માન આપે છે. નરેન્દ્ર મોદી ગુજરાતના (Gujarat) લોકપ્રિય મુખ્યમંત્રી (CM) હતા અને આજે દેશથી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. વિકસીત ભારતનો પાછલા નવ વર્ષમાં પાયો નાખ્યો છે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. દેશ સુપર પાવર બનવા તરફ આગળ વધી રહ્યો છે, તેવું કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરએ આજે અમદાવાદમાં પ્રેઝેન્ટેશન સાથે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતુ કે, કેન્દ્રની ભાજપા સરકાર કે જેનું નેતૃત્વ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે જે કાર્યકાળને 9 વર્ષ પુર્ણ થઇ રહ્યા છે. દેશમાં કોંગ્રેસની સરકારમાં ભ્રષ્ટાચારના, આંદોલનના કિસ્સા છાશ વારે જોવા મળતા હતા. દેશમાં એક પછી એક ભ્રષ્ટાચારના કિસ્સા બહાર આવતા હતા. દેશવાસીઓને તેમનું ભવિષ્ય અંધકારમંય લાગતુ પરંતુ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જે રીતે કામ કર્યુ તેનાથી દેશવાસીઓને આશાનું કિરણ દેખાયું અને વડાપ્રધાને દર વર્ષે જનકલ્યાણ યોજના લાવી દેશને ઉત્તરોતર પ્રગતીના પંથે લઇ જવા પ્રયાસ કર્યો અને જે પણ વચોનો આપ્યા તે પુર્ણ કર્યા છે.

અનુરાગ ઠાકુરએ કેન્દ્ર સરકારના નવ વર્ષના સાશનની સિદ્ધીઓ ગણાવતા વધુમાં કહ્યું હતુ કે, ગરીબો માટે કામ કરવાનો પ્રયાસ કર્યો, જેમાં 27 ટકા ગરીબોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં સફળ રહ્યા છે. સરકારે 48 કરોડ ગરીબોના બેંકંમાં ખાતા ખોલાવ્યા અને આજે તેમાં 2 લાખ કરોડ રૂપિયા જમા કર્યા છે. ગરીબોને બોજ નહીં અર્થવ્યવસ્થાનો એક ભાગ સમજે છે. કોવિડ મહામારીમાં દુનિયાના દેશો સામે સંકટ આવ્યું જેમાં મોટા ભાગના દેશોને જીવ બચાવો કે અર્થ વ્યવસ્થા બચાવી તે સવાલ હતો પરંતુ આપણા વડાપ્રઘાને દેશને કોરોનાથી બચાવ્યા અને અર્થવ્યવસ્થા પણ સંભાળી હતી. દેશની જનતાને શૌચાલયની વ્યવસ્થા અપાવી, 12 કરોડ લોકોને શૌચાલય બનાવી આપ્યા, દેશના 12 કરોડ લોકોને ચાર વર્ષમાં નળથી જળ આપવામાં આવ્યું, ગેસ સબસીડીમાં સરકારે રાહત આપી, જેમાં ગેસમાં 200 રૂપિયાની સબસીડી એક વર્ષ સુધી વઘારી દીધી છે. કોરોના મહામારીમાં 80 કરોડ લોકોને ફ્રીમાં અનાજ આપ્યુ, ગરીબોને ઉત્તમ અને ફ્રી સારવાર મળે છે જેમાં 60 કરોડ લોકો કેન્દ્ર સરકારની યોજનાથી ફ્રીમાં સરાવાર કરાવે છે.

મોદી સારકારે ખેડૂતોને એક રૂપિયાનો બોજ પણ વધવા નથી દીધો, કેન્દ્ર સરાકરે 11 કરોડ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયા જમા કરે છે. એમએસપીના ભાવ વધારવામાં આવ્યા અને 30 ટકા નુકાશન થાય તો પણ ખેડૂતોને સરકાર વળતર આપે છે. આજે ખેડૂતોના ખેતરમાં પાણી પહોંચાડી પર ડ્રોપ મોર ક્રોપનું સપનું સાકાર કર્યું. ખેડૂતોની આવક બમણી થાય અને ઉત્પાદન વધે તે માટે પણ સરકારે પ્રયાસ કર્યા છે.

નવ વર્ષમાં કેન્દ્ર સરકારે 15 એમ્સ બનાવી છે, આજે 700 નવી મેડિકલ કોલેજ બનાવી, આજે વિશ્વનું સૌથી મોટુ ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમાં ભારતનું છે. જેમાં દુનિયાની 40 ટકા ડિજિટલ પેમેન્ટ માત્ર ભારતમાં થાય છે. આજે ખેડૂતોને નેનો યુરિયા, ડ્રોનની સુવિઘા મળી રહી છે. વડિલોને આજે પેન્શન સિધી તેમના ખાતામાં જમા કરે છે. 4 કરોડ 71 લાખ બોગસ રાશન કાર્ડ બંધ કરાવ્યા, 4 કરોડ 14 લાખ એલપીજી કનેકનશન બંધ કારવ્યા, જેનાથી દેશના 2 કરોડ 17 લાખથી વધુ રૂપિયા સરકારે બચાવવાનું કામ કર્યુ છે. કલમ 370ને કેન્દ્ર સરકારે દુર કરી, દેશની સુરક્ષા માટે સાઘનો ઇમ્પોર્ટ કરવાનું બંધ કર્યુ અને દેશમાં ઉત્પાદન થાય છે, 3 વર્ષમા 2 લાખ બુલેટ પ્રુફ જેકેટ આપ્યા, લડાકુ વિમાન, હેલિકોપ્ટર, જાહજ આજે ભારતમાં જ બને છે. સેનાને અધાનિકતાથી સજ્જ કરવાનું કામ કર્યુ છે. યુક્રેન અને રશિયાના યુદ્ધ સમયે યુદ્ધ વિરામ કરાવીને પણ દેશની જનતાને સુરક્ષીત લાવવાનું કામ કેન્દ્ર સરકારે કર્યુ છે.

Most Popular

To Top