Gujarat

ખેડામાં PM મોદીની જનસભા, કહ્યું- કોંગ્રેસ આતંકવાદને પણ વોટબેંકની નજરથી જુએ છે

ખેડા: વડાપ્રધાન મોદી સુરતમાં રોડશો કરવા પહોંચે તે પહેલા તેઓએ ખેડામાં જનસભાને સંબોધી હતી. અહીં તેમણે ગુજરાતમાં આતંકવાદ બાબતને લઈ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે દિલ્હીમાં થયેલ બાટલા હાઉસ એન્કાઉન્ટરને યાદ કરતા કહ્યું કે એ સમયે કોંગ્રેસના નેતાઓ આતંકીઓના સમર્થનમાં રડવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ આતંકવાદને પણ વોટબેંકની નજરથી જુએ છે. તેમણે કહ્યું કે ખાલી કોંગ્રેસ જ નહીં હવે તો અલગ અલગ દળો પણ શોર્ટકટની રાજનીતિમાં માને છે. તેમની સત્તાની ભૂખને કારણે તેઓ વોટબેંકની રાજનીતિ કરવા માંગે છે. મોદીએ કહ્યું કે અમે કહેતા હતા કે તમે આતંકને ટાર્ગેટ કરો પણ કોંગ્રેસ સરકાર આતંકને નહીં મોદીને ટાર્ગેટ કરતી રહી.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે તમામ રાજ્કીય પાર્ટીઓ ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતના ખૂણે ખૂણેની મુલાકાત લઈ જનસભા સંબોધી રહ્યા છે. ગુજરાતમાં તમામ પાર્ટીઓના નેતાઓના જમાવડો જોવા મળી રહ્યો છે. ત્યારે પોતાના ઉમેદવારને જીતાડવા પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ પણ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. ત્યારે વડાપ્રધાને નેત્રંગ અને ખેડામાં સભા ગજવી હતી. ત્યારબાદ તેઓ સુરત પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજો નેત્રંગ ખાતે વિજય સંકલ્પ સંમેલનમાં આવી પહોંચ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે પહેલા ડૉક્ટર કે એન્જિનિયર બનવા માટે અંગ્રેજી ભણવું પડતું હતું, અને અંગ્રેજી ભણવું હોય તો મોટા શહેરોમાં જવું પડ્તું. અને ગરીબ માણસ શહેરમાં જાય તો રૂપિયા ક્યાંથી લાવે? 75 વર્ષ સુધી કોંગ્રેસને કઈ દેખાયું નહીં, પણ હું દિલ્લી ગયો અને મેં નક્કી કર્યું કે ડૉક્ટર થવું હોય તો માતૃભાષામા પણ ભણી શકાય. પોતાની ભાષામાં ભણીને ડોક્ટર પણ બની શકાય અને એન્જિનિયર પણ બની શકાય એટલે જ અમે માતૃભાષામાં ભણાવવાનું શરૂ પણ કરી દીધું.

પીએમ મોદી નેત્રંગમાં જનસભામાં આવી પહોંચ્યા છે. પીએમ મોદીએ જનસભા સંબોધતા કહ્યું ગુજરાત વિકસીત થવાની દિશામાં આગળ વધી રહ્યુ છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીઓ ગુજરાતના ભાઈ બહેનો લડી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે તમારા આશીર્વાદ વિકસીત ગુજરાત બનાવવાનો સંકલ્પ બતાવે છે. તેમણે કહ્યું કે મારા જીવનના પ્રારંભીક દિવસોમાં જ મને આદિવાસીઓ પાસેથી શીખવા મળ્યું છે. આ પહેલા ત્રણ ધોરણ ભણીને દીકરીઓ ભણતર છોડી દેતી હતી આજે આદિવાસીઓની દિકરીઓ ભણીગણીને દેશનું નામ રોશન કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે દીકરીઓની સુરક્ષા એટલે સંકલ્પ પત્ર, ભાજપના સંકલ્પ પંત્રને ગુજરાતે વધાવ્યો છે. વધુમાં પીએમ મોદી કહ્યું કે આદિવાસી વિસ્તારમાં પણ 20 હજાર જેટલા ઘર બન્યા છે. તેમણે કહ્યું કે ભાજપ સરકાર આવતા જ ભષ્ટાચાર બંધ થઈ ગયો છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસના સમયમાં વેક્સિન હોત તો તમારા સુધી પહોંચતા જ વર્ષો લાગી ગયા હોત. તેમણે કહ્યું કે 4G એટલે સાયકલ અને 5G એટલે વિમાન આટલો ફરક છે આ બન્નેમાં, હવે તો 100થી 200 રૂપિયા બીલ જ આવે છે, અને તેમાં પણ હવે 5જી આવી ગયુ. આ સાથે પીએમ મોદીએ ગુજરાતના ગામડે સુધી પહોંચાડેલી 24 કલાકની વીજળી અંગે વાતો કહી હતી. કોંગ્રસે પર પ્રહાર કરતા કહ્યું પીએમ મોદીએ કે કોંગ્રેસે ક્યારેય આદિવાસીઓનું સન્માન કર્યું નથી. વધુમાં તેમણે કહ્યું કે મે નક્કી કર્યુ હતું કે મારે આદિવાસી બહેનને રાષ્ટ્રપતિ બનાવવા છે અને આ ચૂંટણી મારે જીતવી છે, અમે તે કરીને બતાવી દીધુ. તેમણે કહ્યું કે અમે કાયદો બદલી વાસની ખેતી શરૂ કરી કારણ કે આ પહેલા અગરબતી બનાવવા માટે વાસ વિદેશથી લઈ આવવામાં આવતો હતો. આજે જંગલોમાં ઉત્પન્ન થતી 90 જેટલી વસ્તુઓ ખરીદીને આદિવાસીઓની મદદ કરી રહી છે.

Most Popular

To Top